મિસકેરેજને ભુલવું સ્ત્રી માટે હોય છે મુશ્કેલ, આ રીતે પત્નીની લો સંભાળ
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
પત્ની અને પતિના સંબંધો ઉતાર ચઢાવથી ભરેલા હોય છે. સંબંધો રોલરકોસ્ટર રાઈડ જેવો અનુભવ કરાવે છે. ક્યારેક પ્રેમ, ક્યારેય તકરાર, ક્યારેક ઈમોશન મોમેન્ટ જીવનમાં આવતી રહે છે. પરંતુ કપલના જીવનમાં સૌથી મુશ્કેલ સમય હોય છે મિસકેરેજ. તેમાં પણ આ અનુભવ સ્ત્રીને શારીરિક તેમજ માનસિક પીડા આપનાર હોય છે.
મિસકેરેજથી મહિલાઓ ઝડપથી બહાર આવી શકતી નથી. આવા સમયે જરૂરી છે કે પતિ તેની પત્નીને સપોર્ટ કરે અને તેને આ પીડામાંથી બહાર આવવામાં મદદ કરી તેને ખુશ કરે.
એક માતા માટે તેના અજન્મેલા બાળકને ગુમાવવું સૌથી વધારે કષ્ટદાયી હોય છે. આવામાં પત્નીને પતિના પ્રેમની સૌથી વધારે જરૂર હોય છે. જો આ સમયે પતિ તેની પત્નીને સપોર્ટ કરે નહીં તો સ્ત્રીની તકલીફ વધી જાય છે.
પત્નીને એકલી ન રાખો
મિસકેરેજ બાદ શક્ય હોય ત્યાં સુધી પત્નીને એકલી ન મુકો. પરિવારના સભ્યો તેની સાથે રહે તે જરૂરી છે. ખાસ કરીને પતિએ પત્નીને પુરતો સમય આપી તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં વાતાવરણ પણ પોઝિટિવ રાખો જેથી પત્ની ઝડપથી નોર્મલ લાઈફ જીવતી થઈ જાય.
પરિસ્થિતિને સ્વીકારો
તકલીફ, પીડામાંથી પસાર થતી મહિલાના મનમાં નકારાત્મક વિચારો આવતા રહે છે. તેવામાં તેનો વ્યવહાર થોડો બદલી પણ શકાય છે. તેવામાં પત્નીના બદલેલા વ્યવહાર પર ઉગ્ર ન થાઓ. તેની સામે શાંતિથી વર્તન કરો.