ગર્ભવતી મહિલાઓએ હોળી ઉજવતી વખતે રાખવી આ સાવધાની...
નવી દિલ્હી, 9 માર્ચ 2020, સોમવાર
હોળી રંગોનો તહેવાર છે અને સૌને આ તહેવાર ઉજવવો ગમે છે. તે મજા ગર્ભવતી મહિલાઓને પણ માણવી ગમે છે. પરંતુ ગર્ભાવસ્થામાં હોળી રમવી સ્વાસ્થ્ય અને આવનાર બાળક માટે હાનિકારક સાબિત થઈ શકે છે. હોળી દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે. કઈ કઈ છે આ સાવધાની જાણી લો સૌથી પહેલા.
1. કેમિકલથી બનેલા રંગનો ઉપયોગ વધારે થતો હોય છે. આ રંગનો ઉપયોગ ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેની અસર ગર્ભસ્થ બાળક પર પણ પડે છે. જો હોળી રમવી જ હોય તો હર્બલ રંગનો ઉપયોગ કરવો.
2. હોળી રમવામાં દોડધામ થતી હોય છે. તેથી ગર્ભવતી મહિલાઓએ આવી દોડધામથી દૂર રહેવું જોઈએ. તેનાથી બાળકને નુકસાન થઈ શકે છે.
3. ભાંગ કે અન્ય મીઠાઈ ખાવી નહીં જેનાથી બાળકના સ્વાસ્થ્યને નુકસાન થાય. હોળી પર ખોરાક બાબતે સજાગ નહીં રહો તો તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે.
4. હોલિકા દહનથી પણ દૂર રહેવું જોઈએ. કારણકે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેથી આવા વાતાવરણમાં તેને અન્ય લોકોનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. તેમજ હોળીનો ધુમાડો તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.