app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

શું તમે ઘરમાં જ ચેક કરો છો બ્લડ પ્રેશર? તો પહેલા જાણી લો સાચી રીત

બીપી ચેક કરતી વખતે હાથમાં ધ્રુજારી અને કંપન શરુ થાય તો બીજા હાથમાં બીપી ચેક કરો

બીપી ચેક કરવા માટે એક ચોક્કસ સમય નક્કી કરો

Updated: Nov 20th, 2023

Image Envato 

તા. 20 નવેમ્બર 2023, સોમવાર 

how to check blood pressure: આપણુ શરીર દરેક રીતે બરોબર છે કે નહી તે સમયાંતરે ચેક કરાવવું જરુરી છે. જેમ કે બીપી બરોબર કામ કરે છે નહી. કારણે કે જો બીપી બરોબર કામ નહી હોય એટલે કે હાઈ કે લો થઈ જાય તો શરીરમાં અન્ય બીમારીઓ પેદા થઈ શકે છે. કેટલાક લોકો ઘરમાં જ બીપી ચેક કરતા હોય છે કે તેમનું બીપી વધ્યુ કે ઘટ્યુ તો નથીને? બીપીને કન્ટ્રોલમાં રાખવાની સાથે સારુ ખાવાપીવાનું અને આપણી લાઈફ સ્ટાઈલને યોગ્ય બનાવવી જોઈએ. શરીરમાં હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટએટેકનો હુમલો થઈ શકે છે. દરરોજ હોસ્પિટલમાં જઈને બીપી ચેક કરાવવું શક્ય નથી, તેથી આપણે ઘરે બેઠા પણ બીપી ચેક કરી શકીએ છીએ. 

હાઈ બીપી અને લો બીપી માપવા માટે આ નંબર હોવા જોઈએ

બ્લડ પ્રેશરની રેંજ 120/80 mmHg હોવુ જોઈએ. જ્યારે કોઈપણ વ્યક્તિનું બ્લડ પ્રેશર 90/60 થી નીચે જતુ રહે છે, તો આ અવસ્થાને લો બીપી અથવા હાઈપોટેંશન કહેવામાં આવે છે. તેમજ જો 140/90 થી વધારે બીપી થઈ જાય તો હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. 

ઘરમાં બીપી માપતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ

  • બીપી ચેક કરતી વખતે હાથમાં ધ્રુજારી અને કંપન શરુ થાય તો બીજા હાથમાં બીપી ચેક કરો 
  • બીપીના ડિવાઈસથી ક્લાઈ બેંડની વચ્ચે જ હાથ બાંધો જેથી કરીને હાથ બરોબર રહે. હાથમાં બાંધતી વખતે ટેબલ પર બરોબર રાખો. તેનાથી તમને યોગ્ય માપની જાણકારી મળશે.
  • બીપી ચેક કરવાના અડધો કલાક પહેલા ચા- કોફી ન પીવો, કારણ કે તેનાથી મેજરમેન્ટ નંબર પર અસર થઈ શકે છે.
  • બીપી ચેક કરતી વખતે ઘરમાં ખુરશી પર સીધા બેસો, એક દિવસમાં ત્રણ વાર બીપી ચેક કરી શકાય
  • બીપી ચેક કરતા પહેલા કોઈ દવા ન લેશો, જો તમે દવા લીધેલી હોય તો એક કલાક પછી બીપી ચેક કરાવો
  • એક્સરસાઈઝ અથવા નહાયા પછી તરત બીપી ચેક ન કરો. બીપી ચેક કરાવ્યાના 5-10 મિનિટ સુધી રિલેક્સ રહો. 
  • બીપી ચેક કરવા માટે એક ચોક્કસ સમય નક્કી કરો
  • બીપી ચેક કરતી વખતે ગુસ્સો કે વાત ન કરવી જોઈએ. 

Gujarat