મહિલાઓ માટે આર્શીવાદરૂપ છે આ ઔષધી, ત્વચાથી લઇને પીરિયડ્સમાં થતી સમસ્યાઓથી લડવા માટે છે ફાયદાકારક
Image: Freepik
નવી દિલ્હી,તા. 1 ઓગસ્ટ 2023, મંગળવાર
અશ્વગંધા એક શ્રેષ્ઠ ઔષધી સમાન છે. અશ્વગંધા ઘણા ફાયદાઓ માટે જાણીતી છે.આ ઔષધિનો ઉપયોગ આયુર્વેદમાં વર્ષોથી અનેક રોગોના ઈલાજ માટે કરવામાં આવે છે. દૂધ સાથે અશ્વગંધાનું ચૂર્ણ લેવાથી પણ અનેક ફાયદા મળે છે.
ખાસ કરીને અશ્વગંધા મહિલાઓને થતી સમસ્યાઓ જેમ કે તે પીસીઓએસ, પીરિયડ ક્રેમ્પ્સ, નિંદ્રાને લગતી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરી શકે છે. અશ્વગંધાને ભારતીય વિન્ટર ચેરી અથવા ભારતીય જિનસેંગ પણ કહેવામાં આવે છે.
અશ્વગંધાના ફાયદા
અશ્વગંધામાં વિથેનોલાઈડ ફાયટોકેમિકલ્સ હોય છે, જે સ્ત્રીઓમાં માસિક દરમિયાન થતી બળતરા ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સિવાય સોજા અને દુખાવાની સમસ્યા હોય તો અશ્વગંધાનાં સૂકા પાંદડામાંથી બનેલી ચા પી શકો છો.
પીરિયડ્સ દરમિયાન મહિલાઓને બળતરા, ઓછી રોગપ્રતિકારક શક્તિ, અસ્વસ્થતા, અનિયમિત માસિક સમયગાળો અને હોર્મોનલ ઇનબેલેન્સ એ સ્ત્રીઓ દ્વારા સામનો કરવામાં આવતી સામાન્ય ફરિયાદો છે. અશ્વગંધાથી આ સમસ્યાઓ સામે લડી શકાય છે. તેથી સ્ત્રીઓએ આ સમયગાળા દરમિયાન અશ્વગંધા લેવી જોઇએ.
ધ્યાન કેન્દ્રિત કરવા
જો તમે કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવો છો અથવા તમને કોઇ પણ નાની એવી વસ્તુઓ પણ યાદ નથી રહેતી તો રાત્રે અશ્વગંધાનું સેવન કરવુ સારુ રહેશે. આ જડીબુટ્ટી જ્ઞાનાત્મક કાર્યને સુધારવામાં પણ મદદ કરે છે.
દુધ સાથે અશ્વગંધાનું સેવન કરો
સ્ત્રીઓમાં અનિયમિત માસિક આવવુ, વંધ્યત્વની સમસ્યા, ચહેરા પર વાળનો વિકાસ થવો, મેનોપોઝ દરમિયાન મોડા પીરિયડ્સ જેવી સમસ્યાઓ જાણે સામાન્ય છે. આ સમસ્યાઓના ઉપચાર માટે પણ જો તમે નિયમિતપણે દૂધ સાથે અશ્વગંધાનું સેવન કરવુ યોગ્ય રહેશે.
ત્વચા સંબંધિત સમસ્યાઓ જેમ કે અકાળ વૃદ્ધત્વ, કરચલીઓ, ખીલ, ડાઘ વગેરે માટે પણ અશ્વગંધાનું સેવન કરવુ જોઇએ. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચા સંબંધિત આ સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે.