Get The App

તમારા બાળકને ન્યૂમોનિયા તો નથી ને! સુરક્ષિત રાખવા કરો આ ઘરેલુ ઉપાય

લસણના ઉપયોગથી તમે તમારા બાળકના શરીરમાંથી કફ દુર કરી શકો છો

જો તમારું બાળકની ઉમર 10 વર્ષ કરતા વધુ હોય તો તમે એને લવિંગના પાણીનું આપી શકો છો

Updated: Feb 6th, 2023

GS TEAM

Google News
Google News
તમારા બાળકને ન્યૂમોનિયા તો નથી ને! સુરક્ષિત રાખવા કરો આ ઘરેલુ ઉપાય 1 - image

તા. 6 ફેબ્રુઆરી, 2023, સોમવાર

કોરોના મહામારીનો દોર આપણે બધાએ જોયો છે. લોકોને શરદી, ઉધરસ, તાવ જેવી બીમારીઓ આ સમયગાળામાં લગભગ સામાન્ય થઈ ગઇ હતી. તેને જ કોરોનાના લક્ષણો પણ માનવામાં આવતા હતા. પરંતુ તમે કદાચ સાંભળ્યું હશે કે ન્યૂમોનિયા પણ તેના જેવા જ લક્ષણો પૈકી એક બીમારી હતી. અહીં આપણે ન્યૂમોનિયા જેવા રોગ વિશે ચર્ચા કરીશું જેની લપેટમાં ખાસ કરીને બાળકો આવી જાય છે. 

ન્યૂમોનિયા એક વાયરલ બીમારી છે, જેમાં વાયરલ ફ્લુના કારણે બાળકોને ચેપ લાગતા આ બીમારી થતી હોય છે પરંતુ વધારે સમય સુધી કફ ફેફસામાં જામી જવાને કારણે પણ ન્યૂમોનિયા થઈ જાય છે. જોકે મોટા ભાગે આ બીમારી નબળાં બાળકોને જ થતી હોય છે. ઇન્ફેક્શનથી આ થતી બીમારીમાથી બહાર આવવા માટે કોઈ ઘરેલું ઉપચાર નથી પરંતુ તેના બેકટેરિયાથી બચવા માટે તમે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો.             

પહેલા તો જાણો કઈ રીતે થાય છે ન્યૂમોનિયા ?
ફેફસામાં ઇન્ફેકશન વધવાથી ન્યૂમોનિયા થાય છે, જેમાં ઇન્ફેકશન વધવાના કારણે શ્વાસનળીમાં તકલીફ થઈ જતી હોય છે. ન્યૂમોનિયામાં તમારા ફેફસામાં પ્રવાહી પદાર્થ ભરાઈ જવાના કારણે ત્યાં સોજો પણ થઇ જાય છે, જેના કારણે તમને ખાંસી, કફ અને તાવ જેવી બીમારીઓ થતી હોય છે. ક્યારેક ક્યારેક તમને ભારે ઉધરસ કે શ્વાસ લેવામાં અત્યંત તકલીફનો સામનો પણ કરવો પડે છે. 

ન્યૂમોનિયાના મુખ્ય લક્ષણો   

  • ખાંસી થવી 
  • કફ જામી જવો 
  • તાવ આવવો 
  • શ્વાસ લેવામાં તકલીફ થવી
  • ખાંસી આવતા સમય પર છાતીમાં અથવા ગળામાં અત્યંત દુખાવો થવો 

ન્યૂમોનિયાથી તમારા બાળકોને આ વસ્તુઓથી ઘરગગ્થુ  ઉપચાર કરીને બચાવી શકો છો

લસણ 
લસણના ઉપયોગથી તમે તમારા બાળકના શરીરમાંથી કફ દુર કરી શકો છો, લસણની પેસ્ટ બનાવીને રાતે સૂતાં પહેલા તમારા બાળકના છાતી પર તે પેસ્ટ ઘસવી. આમ કરવાથી બાળકના છાતીને ગરમાવો મળશે અને કફ ધીરે ધીરે બહાર આવવા લાગશે. 

લવિંગનું પાણી 
જો તમારું બાળકની ઉમર 10 વર્ષ કરતા વધુ હોય તો તમે એને લવિંગના પાણીનુ સેવન કરાવી શકો છો. લવિંગનુ પાણી બનાવવા માટે પાણીમાં 2-3 લવિંગ અને કાળી મરી નાખીને પાણીને ઉકાળવું , પછી તે પાણી હૂંફાળું થાય એટલે તેનો અડધો કપ બાળકને પીવડાવી દેવો. તે ઉપરાંત લવિંગના તેલથી બાળકને છાતી પર માલિશ પણ કરી શકો છો, આમ કરવાથી બાળકના શરીરને આરામ મળશે અને સાથે સાથે બાળક ન્યૂમોનિયાથી પણ બચીને રહેશે. 

તુલસી
તુલસીને વર્ષોથી એક દવા તરીકે માનવામાં આવે છે, તુલસી ધર્મના રૂપે સૌથી પવિત્ર હોવાના કારણે પૂજવામાં આવે છે. તે ઉપરાંત તુલસી સ્વાસ્થ્ય માટે એક દવાની જેમ કામ કરે છે એટલે બાળક ને નિયમિત તુલસીના પાંદડાના રસમાં કાળી મારી ઉમેરી આ મિશ્રણનો દરરોજ સેવન કરાવવું ખૂબ ફાયદાકારક છે. તુલસી એન્ટીઈન્ફલેમેટરી ગુણ ધરાવે છે, જેથી બાળકને ઇન્ફેક્શન અને વાયરસથી બચવામાં મદદ મળી રહેશે.                 

હળદર
જો તમારું બાળક મોટું હોય તો રાતે સુતા પહેલા હળદર વાળું દૂધ નિયમિત આપવું પરંતુ જો તમાંરુ બાળક નાનું હોઈ તો હળદરને પાણીમાં ગરમ કરીને બાળકના છાતી પર માલીશ કરવી. હળદરમાં એન્ટીબેક્ટેરીયલ ગુણ હોય છે, જેના કારણે તમારું બાળક કોઈપણ પ્રકારના ઇન્ફેકશનથી સુરક્ષિત રહેશે. 

નોધ: બાળકને ન્યુમોનિયા થતા પહેલા ડોક્ટરને બતાવવું, ડોક્ટરની સલાહ લીધા પછી જ ઘરેલું ઉપાયનો સેવન કરવો


Tags :