મોંના છાલા અને દુર્ગંધ મટાડવા માટેના નુસખા
જમ્યા પછી મોંમાંથી વાસ આવતી હોય તો ગોળનો ગાંગડો મોં મા મુકીને ચૂસો. જામફળના પાનમાં કાથો લગાવીને ચાવી જાઓ. શિયાળામાં દાંત દુખે તો આદુનો ટુકડો દાંતમાં દબાવી દો.
- છાલા મટાડવા માટે દાડમના 10 ગ્રામ પાંદડાને 300 ગ્રામ પાણીમાં ઉકાળો. ચોથા ભાગનું પાણી રહે એટલે એનાથી કોગળા કરો.
- 10 ગ્રામ મધ, 10 ગ્રામ સરકો, 10 ગ્રામ ફટકડીનો પાડવર અને 1 ગ્રામ કાળા મરીનો પાવડર મિક્સ કરો. એનાથી સવાર સાંજ દંતમાલિશ કરવાથી પાયરિયામાં રાહત મળશે.
- લીંબુની સૂકાયેલી છાલનું ચૂર્ણ બનાવો. તેમાં મીઠું ઉમેરીને ટૂથ પાવડર તરીકે વાપરશો તો દાંતની પીળાશ જતી રહેશે.
- શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો સિંધવ મીઠું અને સરસિયાના તેલ મિક્સ કરીને આંગળીથી બ્રશ કરો. એમાં થોડો સોડો ઉમેરશો તો વધારે સારા પરિણામ મળશે.
- ચામાં મેથીના દાણા ઉકાળીને પીવાથી મોંની દૂર્ગંધ દૂર થશે.
- રોજે અનાનસનો જ્યૂસ પીવાથી મોંની દૂર્ગંધ દૂર થશે.
- દાંતને સાફ રાખવા અને રોગમુક્ત રાખવા હરડે ચૂર્ણથી મંજન કરો.
- પેઢામાંથી લોહી આવતું હોય તો જાંબુના રસથી કોગળા કરો.
- જામફળના પાન ચાવવાથી કે તેના પાંદડાના કાઢામાં ફટકડી મિક્સ કરીને કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.
- રોજે 20 ગ્રામ તલ ચાવવાથી દાંત મજબુત થાય છે.
- દાંત દુખતો હોય તો કાળા મરી અને તુલસીના પાન વાટીને ગોળી બનાવો. તેને જે દાંત દુખતો હોય ત્યાં દબાવી દો.
- ગળામાં તકલીફ હોય તો તુલસીના પાનનો રસ હુંફાળ ગરમ પાણીમાં મિક્સ કરીને તેનાથી કોગળા કરો.
- કાથાનો કટકો અને સાકરને ચૂસવાથી છાલા મટી જશે.
- દાંત દુખતો હોય તો લસણની કળીને ત્યાં દબાવી દો, રાહત મળશે.
- સરખી રીતે દાંત સાફ કરો. દર 3-4 મહિને બ્રશ બદલી નાંખો. વધુમાં વધુ 2 મિનિટ જ બ્રશ કરો. ગળી વસ્તુ ખાધા પછી કોગળા કરો.