ડિપ્થેરિયાની સમસ્યાથી બચવું છે તો અજમાવો આ અસરકારક ઘરેલૂ ઉપચાર
નવી દિલ્હી, તા. 29 જાન્યુઆરી 2021, શુક્રવાર
ક્યારેક-ક્યારેક લોકોને એવી સમસ્યાઓ થઇ જાય છે, જેની ખબર તેમને પડી જાય છે પરંતુ ત્યારબાદ તે ગંભીર બની જાય છે. એવી જ એક સમસ્યા છે ડિપ્થીરિયા. આ એક ગંભીર ચેપી રોગ છે જે બે વર્ષથી લઇને 10 વર્ષની સુધીની ઉંમરના બાળકોને વધારે થાય છે. આ બીમારીના કારણે તાવ, ગળુ ખરાબ થવું, ગ્રંથિઓમાં સોજો અને નબળાઇ આવવા જેવી સમસ્યાઓ થાય છે. આ સંક્રમણની વિશેષ હાનિકારક અસર હૃદય પર પડે છે. કેટલાક દર્દીઓ તો તેના કારણે હૃદયના ધબકારા પણ અટકી જાય છે, જેના કારણે મૃત્યુ પણ થઇ શકે છે. જો કે શરૂઆતના લક્ષણ જોતાં જ તમે ઘરેલૂ ઉપાય અજમાવીને તમે તેનાથી બચી શકો છો. જાણો, ડિપ્થેરિયાના લક્ષણ અને તેનાથી બચવાના કેટલાક ઘરેલૂ ઉપાય વિશે...
ડિપ્થીરિયાના લક્ષણ
- નાક વહેવું
- ગળામાં દુખાવો
- તાવ
- પોતે બીમાર હોવાનો અનુભવ કરવો
ડિપ્થેરિયામાં ફાયદાકારક છે લસણ
લસણને કેટલીય બીમારીઓના સારવારમાં ખૂબ જ ઉત્તમ ઘરેલૂ ઉપાય માનવામાં આવે છે જેમાં ડિપ્થેરિયા પણ સામેલ છે. તેના માટે તમે નિયમિત રીતે લસણની ત્રણ-ચાર કળીઓ ચાવીને ખાઇ જાઓ અને ત્યારબાદ તેને ગળી જાઓ. આ ઉપરાંત તમે દરરોજ એક-બે ચમચી દળેલા લસણનું પણ સેવન કરી શકો છો.
અનાનસનું જ્યુસ પણ છે ફાયદાકારક
અનાનસનો જ્યુસ દિવસમાં કેટલીયવાર પીવાથી ડિપ્થેરિયાથી છૂટકારો મળી શકે છે. આ જ્યુસ સંક્રમણના લક્ષણોમાં તો સુધારો કરે જ છે, આ સાથે જ તેમાં બીટા કેરોટીન પણ હોય છે, જે ડિપ્થેરિયાની સારવારમાં મદદ કરી શકે છે.
તુલસીના પાંદડાંથી દૂર થઇ શકે છે ડિપ્થેરિયા
તુલસીના પાંદડાંને કેટલીય બીમારીઓમાં રામબાણ સારવારની જેમ માનવામાં આવે છે. હકીકતમાં તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે શ્વસન સંક્રમણની સારવાર કરવામાં મદદ કરે છે. પાણીમાં તુલસીના પાંદડાંને નાંખીને પીવાથી ડિપ્થેરિયાથી છૂટકારો મળી શકે છે.
કોઇ પણ વસ્તુનું સેવન કરતાં પહેલા અથવા કોઇ પણ ઘરેલૂ ઉપાય કરતાં પહેલા પોતાના ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.