For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

કોલેસ્ટ્રોલ -શુગર કન્ટ્રોલમાં રાખવા રોજ સવારે 1 વાટકી અંકુરિત ચણા ખાઓ, હાડકા પણ બનશે મજબૂત

ચણામાં વિટામિન સી, વિટામિન બી ભરપુર માત્રામાં રહેલું છે

બ્લડશુગરના રોગથી હેરાન થતા લોકો સવારે ઉઠતાની સાથે જ એક વાટકી અંકુરિત ચણા ખાવા જોઈએ.

Updated: Sep 15th, 2023

Image Envato 

તા. 15 સપ્ટેમ્બર 2023, શુક્રવાર 

શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન, ફાઈબર  જેવા પોષકતત્વોની હંમેશા જરુર પડતી હોય છે. ચણામાં એ તમામ પોષકતત્વો રહેલા છે કે જેથી કરીને શરીર સ્વસ્થ રહે છે. તેમા રહેલું પ્રોટીન મસલ્સ માટે જરુરી છે. આ ઉપરાંત તે ફાઈબરનો પણ ઉત્તમ સ્ત્રોત કહેવામાં આવે છે. જેનાથી પાચનશક્તિમાં સુધારો લાવી કબજિયાત દુર થાય છે. 

ગર્ભવતી મહિલાઓને જરુરી પોષકતત્વ મળી રહે છે

ચણામાં વિટામિન સી, વિટામિન બી ભરપુર માત્રામાં રહેલું છે.  ચણા હાડકા કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. આ ઉપરાંત શરીરમાં જ્યારે આર્યન, હિમોગ્લોબિન બનાવવા અને લોહીની ઉણપ હોય તો દુર કરે છે. ચણામાં ફોલિક એસિડ પણ ભરપુર માત્રામાં રહેલુ છે જેનાથી ગર્ભવતી મહિલાઓને જરુરી પોષકતત્વ મળી રહે છે અને તેનાથી શિશુના વિકાસમાં મહત્વો ફાળો ગણાય છે. આ સિવાય ચણામાં મેગ્નેશિયમની માત્રા સારા પ્રમાણમાં રહેલી છે. જે મગજના કામકાજને જાળવે છે તે સાથે ડિપ્રેશનમાં ઘટાડો કરે છે.

વજન અને ડાયાબિટીસ નિયંત્રણમાં રહેશે

જો તમારુ શરીર વધારે પ્રમાણમાં વધી ગયુ હોય તો તમારા ડાયટમાં અંકુરિત ચણા સામેલ કરવા જોઈએ. કારણ કે ચણામાં કેલેરીનું પ્રમાણ ઓછુ હોય છે અને ફાઈબર અને પ્રોટીનની માત્રા ભરપુર રહેલી હોય છે. જે વજનને કંટ્રોલમા રાખે છે. બ્લડશુગરના રોગથી હેરાન થતા લોકો સવારે ઉઠતાની સાથે જ એક વાટકી અંકુરિત ચણા ખાવા જોઈએ. જેનાથી શુગર કંટ્રોલમાં રહે છે અને શરીરને જરુરી પોષકતત્વો મળી રહે છે.

હાડકા મજબૂત બનાવે છે

અંકુરિત ચણામાં કેલ્શિયમનું પ્રમાણ ભરપુર માત્રામાં રહેલું છે. તેથી નિષ્ણાતોના કહે છે કે, અંકુરિત ચણાનું નિયમિત સેવન કરવામાં આવે તો હાડકાને ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. તેથી હાડકા અને દાંત મજબૂત બને છે. 

Gujarat
Worldcup 2023
English
Magazines