લાંબા સમય સુધી યુરીન રોકવાની ટેવ હોય તો ચેતજો! નહીંતર શરીરમાં થઈ શકે છે આવા નુકસાન

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
લાંબા સમય સુધી યુરીન રોકવાની ટેવ હોય તો ચેતજો! નહીંતર શરીરમાં થઈ શકે છે આવા નુકસાન 1 - image


Holding urine for a long time: યુરીન લાંબા સમય સુધી રોકી રાખવું એ આપણને એક સામાન્ય ટેવ લાગે છે પરંતુ આ ટેવ આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર કરે છે. ઘણા લોકો વ્યસ્ત હોવાના કારણે અથવા તો અજાણી જગ્યા પર હોવાના કારણે યુરીન લાંબા સમય સુધી રોકી રાખે છે. પરંતુ આ ટેવના કારણે તમને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. તો ચાલો એ જાણીએ કે, યુરીન લાંબા સમય સુધી રોકી રાખવાથી શું-શું નુકશાન થઈ શકે છે. 

1. યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન

યુરીનને લાંબા સમય સુધી રોકી રાખવાથી બ્લેડર (મૂત્રાશય)માં બેક્ટેરિયા વધી શકે છે, જે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI)નું કારણ બને છે. UTIની સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે, પરંતુ તે પુરુષોને પણ પ્રભાવિત કરી શકે છે. યુરીનમાં રહેલા બેક્ટેરિયા જો લાંબા સમય સુધી શરીરમાં રહે તો તે સંક્રમણનું કારણ બની શકે છે. જેના કારણે બળતરા, દુ:ખાવો અને વારંવાર યુરીન આવવાની સમસ્યા થઈ શકે છે. 

2. બ્લેડર પર પ્રેશર

યુરીનને લાંબા સમય સુધી રોકી રાખવાથી બ્લેડર પર વધુ પડતું પ્રેશર આવે છે. આ પ્રેશર બ્લેડરના સ્નાયુઓને નબળા બનાવી શકે છે, જેના કારણે ભવિષ્યમાં યુરીનરી ઈન્કોન્ટિનેસ (અચાનક યુરીન લીક થવું)ની સમસ્યા થઈ શકે છે. તેનાથી બ્લેડરની ક્ષમતા પણ ઘટી શકે છે, જેના કારણે વારંવાર યુરીનની સમસ્યા થઈ શકે છે.

3. કિડનીને નુકસાન

યુરીનને લાંબા સમય સુધી રોકવાથી કિડની પર પણ ખૂબ જ ગંભીર અસર પડી શકે છે. જ્યારે તમે યુરીનને લાંબા સમય સુધી રોકી રાખો છો ત્યારે બ્લેડરમાં બેક્ટેરિયા અને ટોકિસન્સ જમા થાય છે, જે કિડની સુધી પહોંચી શકે છે. તેનાથી કિડની ઈન્ફેક્શન અથવા પાઈલોનેફ્રાઈટિસ જેવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે, જે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે. 

4. બ્લેડરના સ્ટોન

યુરીનને લાંબા સમય સુધી રોકી રાખવાથી બ્લેડરમાં પથરી થવાની શક્યતા વધી જાય છે. યુરીનમાં રહેલા મિનરલ્સ અને અન્ય તત્વો લાંબા સમય સુધી બ્લેડરમાં જમા રહે છે, જે ધીમે-ધીમે પથરીનું સ્વરૂપ લઈ શકે છે. આ પથરીને કારણે બ્લેડરમાં દુ:ખાવો, બળતરા, યુરીનમાં લોહી આવવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. 

5. પ્રોસ્ટેટ સાથે સબંધિત પરેશાનીઓ

પુરુષોમાં લાંબા સમય સુધી યુરીન રોકવાથી પ્રોસ્ટેટ ગ્લેંડ પર નકારાત્મક અસર થઈ શકે છે. તેનાથી પ્રોસ્ટેટાઈટિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે, જે યુરીન સાથે સંબંધિત સમસ્યાઓને વધારી શકે છે.


Google NewsGoogle News