Get The App

વાળ ખરવાના આ છે કારણો અને ઉપાય... વાંચો

Updated: Mar 18th, 2020

GS TEAM

Google News
Google News
વાળ ખરવાના આ છે કારણો અને ઉપાય... વાંચો 1 - image

અમદાવાદ, તા. 18 માર્ચ 2020 બુધવાર

આજની દોડધામભરી જિંદગીમાં આપણે દરેક કામ માટે સમય કાઢી જ લઈએ છીએ, પરંતુ જો કંઈ રહી જતું હોય તો તે છે આપણું સ્વાસ્થ્ય. તેમાં ટિપટોપ અને ફેશનમાં અપટુડેટ દેખાવા માટે કેટલાક લોકો વાળને કલર કરે છે, તો કેટલાક ડાઈ.

પ્રદૂષણ અને તાણના લીધે આમ પણ વાળ કમજોર થઈ જાય છે. એમાં ટ્રિમિંગ, પર્મિંગ, કલરિંગ, ડાઈ વગેરે વાળનાં મૂળને કમજોર કરી દે છે અને વાળ ઝડપથી ખરવા લાગે છે.

વાળ ખરવાની સમસ્યા ઊભી થતાં આશરે સો વાળ રોજ ખરી જાય છે. જો આ ઝડપથી જ વાળ ખરતા રહેશે તો ટાલ પડવાની સમસ્યા શરૂ થતાં વધુ સમય નહીં થાય.

વાળ ખરવાનાં સામાન્ય કારણોમાં શારીરિક પરિવર્તન, તાવ, સર્જરી, વિટામિનની ઊણપ, થાઈરોઈડ ડિસઓર્ડર, હોર્મોનલ ડિસઓર્ડર કે ટોક્સિકની સાઈડ ઈફેક્ટ વગેરે હોઈ શકે છે. 

વાળ ખરવાના આ છે કારણો અને ઉપાય... વાંચો 2 - image

પુરૂષોમાં વાળનું ખરવું

પુરૂષોમાં વાળ ખરવાની સમસ્યાનું કારણ જિનેટિક હોય છે. એક ઉંમર મર્યાદા પછી તેમના વાળ મહિલાઓ કરતાં વધુ ઝડપથી ખરે છે. એવા પુરૂષોમાં જેમના પરિવારમાં પહેલાંથી જ કોઈ ટાલનું શિકાર હોય, વાળ ખરવાની સમસ્યા ઊભી થવાની શક્યતા વધુ હોય છે. આ સમસ્યાને મેન પેટર્નલ બાલ્ડનેસ કહેવાય છે.

પુરૂષનાં હોર્મોન એન્ડ્રોજનનાં લીધે વાળ ખરવા લાગે છે. આ હોર્મોન ફોલિકલ્સને કમજોર બનાવે છે. જેનાથી ખરેલા વાળ ફરી ઊગવા અશક્ય બને છે. કેટલીક વાર વાળમાં ડ્રેન્ડ્રફ કે ફંગલ ઈન્ફેક્શન થવાના લીધે ટાલના નાના-નાના પેચ દેખાવા લાગે છે.

વાળ ખરવાના આ છે કારણો અને ઉપાય... વાંચો 3 - image

મહિલાઓમાં વાળનું ખરવું

મહિલાઓમાં વાળ ખરવાનાં કારણો પોષણની ઉણપ વાળ પર જરૂર કરતાં વધુ સ્ટાઈલ અને ટ્રીટમેન્ટ લેવી, તાણ વગેરે હોય છે. વિટામિન અને હીમોગ્લોબીનની ઊણપ પણ મહિલાઓના વાળ કમજોર બનાવે છે. 

વાળમાં કેમિકલનો ઉપયોગ કે કોઈ સ્ટાઈલ માટે વાળને મૂળમાંથી જ દૂર કરવા વગેરેથી પણ વાળ ખરવાની સમસ્યા ઊભી થાય છે. આ ઉપરાંત, ગર્ભાવસ્થા પછી પણ મહિલાઓમાં થતું હોર્મોનલ પરિવર્તન વાળ ખરવાનું કારણ બની શકે છે.

બાળકોમાં વાળ ખરવા

બાળકોમાં વાળ ખરવાની સમસ્યા વાળમાં ગંદકી, ફંગલ ઈન્ફેક્શન, વારસાગત ટાલ, હેરસ્ટાઈલ, પોષણની ઊણપ, સર્જરી, કીમોથેરપિ વગેરેના લીધે થઈ શકે છે. ટેનિયા કેપિટિસ બાળકોમાં થતું સામાન્ય ફંગલ ઈન્ફેક્શન છે, જેનાથી વાળ ખરી શકે છે.

સમસ્યાથી છુટકારો

વાળ ખરવા એક સામાન્ય સમસ્યા છે પરંતુ થોડીક સાવચેતી રાખવાથી તમે તેનાથી છુટકારો મેળવી શકો છો. વાળને વધારે પ્રોટીનની જરૂર હોય છે. પ્રોટીનની ઊણપથી વાળ રૂક્ષ અને નિસ્તેજ થઈ જાય છે. તેથી તેને જરૂરી માત્રામાં પ્રોટીન આપો. વાળમાં પર્મિંગ, ક્લરિંગ અને સ્ટ્રેટિંગ વગેરે કરવાનું ટાળો. શેમ્પૂ બદલવાની ભૂલ ન કરો.

મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો અને વાળને ધોયા પછી તેને સીરમ કે કંડિશનર લગાડો. નવશેકા તેલથી માલિશ કરો. તેનાથી વાળમાં ચમક જળવાઈ રહેશે. ભોજનમાં દૂધ, ફળ, લીલાં શાકભાજી, પીળાં શાકભાજી, માછલીનો સમાવેશ અવશ્ય કરો. ખૂબ પાણી પીઓ. કોઈપણ પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન થાય તો તરત ડૉક્ટરની સલાહ લો. 

Tags :