હર્બલાઇફનો નવો 'લિફ્ટ ઑફ' - ઝીરો એડેડ શુગરવાળો એનર્જીથી ભરેલો એફર્વેસેન્ટ ડ્રિંક સાથે તમારા દિવસને આપો નવો ઉછાળો

આજના યુગમાં, આપણી દિવસની શરૂઆત સૂર્ય ઉગે તે પહેલાં થઈ જાય છે અને સમાપ્તિ રાત્રીના મોડે થાય છે. વ્યાવસાયિક જવાબદારીઓ, કુટુંબની ફરજો અને વ્યક્તિગત લક્ષ્યો વચ્ચે સંતુલન રાખવું હવે આવશ્યક બની ગયું છે. આખો દિવસ ધ્યાનમાં અને ઉત્સાહમાં રહેવા માટે લોકો હવે સ્માર્ટ ઉપાય શોધી રહ્યા છે.
આ આધુનિક જીવનશૈલીને સમજતા, ભારતની અગ્રણી હેલ્થ અને વેલનેસ કંપની હર્બલાઇફ ઈન્ડિયા લાવી છે લિફ્ટ ઑફ (Liftoff®) — એક તાજગીભરેલો એફર્વેસેન્ટ ડ્રિંક, જેમાં છે કેફીન, જે તમને સતર્ક અને એનર્જાઇઝ્ડ રાખવામાં મદદ કરે છે, અને તેમાં છે ઝીરો એડેડ શુગર. આ વોટરમેલન ફ્લેવરમાં ઉપલબ્ધ છે અને તે લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે જે સક્રિય અને સંતુલિત જીવનશૈલી જાળવવા ઇચ્છે છે.
આધુનિક જીવન માટેનું ઑન-ધ-ગો પોષણ
ભારતમાં હવે કાર્યશીલ જીવનશૈલી ધરાવતા લોકોમાં એવા ફંક્શનલ પોષક ફોર્મેટની માંગ વધી રહી છે જે આસાનીથી લઈ જઈ શકાય, ઝડપથી તૈયાર થઈ શકે અને આધુનિક જરૂરિયાતો મુજબનું હોય.
લિફ્ટ ઑફએ જરૂરિયાતને પૂરી પાડે છે — તેની સરળ પાઉડર ફોર્મ સશે પેકમાં મળે છે. ફક્ત એક સશે પાણીમાં મિક્સ કરો અને તૈયાર થઈ જાય તાજગી આપતું પીણું.
આ પ્રોડક્ટ હર્બલાઇફના વિજ્ઞાન આધારિત પોષણ પરના ધ્યાનને પ્રતિબિંબિત કરે છે, જે આજના સક્રિય અને ગતિશીલ જીવન માટે અનુરૂપ છે. લિફ્ટ ઑફ સાથે, હર્બલાઇફે ભારતના ન્યુટ્રાસ્યુટિકલ બેવરેજ સેગમેન્ટમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે, એવા ગ્રાહકો માટે જે આખો દિવસ ફોકસ્ડ અને એનર્જેટિક રહેવા ઇચ્છે છે.
વૈજ્ઞાનિક રીતે આધારિત ફોર્મ્યુલા
લિફ્ટ ઑફમાં રહેલું કેફીન ઉર્જા અને ધ્યાન વધારવામાં મદદરૂપ છે, જે શરીરમાં તાત્કાલિક રીતે મેટાબોલિઝમ વધારે છે અને થાક ઘટાડે છે. તેમાં રહેલું Alpinia galanga એક્સટ્રેક્ટ સતર્કતા અને શાંતિની અનુભૂતિ વધારવામાં મદદરૂપ છે.
સાથે સાથે તેમાં છે વિટામિન C અને બી-વિટામિનનો સમૂહ (B1, B2, B3, B5, B6, B7, B12) જે શરીરના સામાન્ય એનર્જી-ઉત્પાદન પ્રક્રિયામાં મદદ કરે છે અને મનને ચેતન રાખે છે.
આ બધા ઘટકો હર્બલાઇફના વૈજ્ઞાનિક અભિગમને પ્રતિબિંબિત કરે છે — જે સતત બદલાતી ગ્રાહક જરૂરિયાતોને ધ્યાનમાં રાખે છે.
શુદ્ધ અને પારદર્શક ઘટકો
ગ્રાહકો હવે ક્લીન લેબલ ઉત્પાદનો તરફ વધારે આકર્ષિત થઈ રહ્યા છે. એ જ દિશામાં, લિફ્ટ ઑફમાં કોઈ એડેડ શુગર નથી અને તે સ્ટિવિયા પાનમાંથી મેળવેલા સ્ટીવિયોલ ગ્લાયકોસાઇડથી મીઠું બનાવવામાં આવ્યું છે, જે એક કુદરતી, કેલરી-ફ્રી સ્વીટનર છે.
આ પીણું બીટરૂટ પાઉડરથી તેનો કુદરતી રંગ મેળવે છે, અને તેમાં કોઈ કૃત્રિમ રંગ કે પ્રિઝર્વેટિવ્સ નથી. આ ઘટકોની પારદર્શકતા દર્શાવે છે કે હર્બલાઇફ ગુણવત્તા અને વિશ્વાસમાં કોઈ સમાધાન કર્યા વિના, ગ્રાહકોને વિશ્વાસપાત્ર અને અસરકારક પોષણ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.
સક્રિય જીવન માટે સશક્તિકરણ
લોન્ચ પ્રસંગે હર્બલાઇફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અજય ખન્નાએ જણાવ્યું, “આ લોન્ચ અમારા સતત પ્રયત્નનો એક ભાગ છે — ગ્રાહકો સુધી નવીન અને ઉપયોગી પોષણ સોલ્યુશન્સ પહોંચાડવા માટે. અમે હંમેશા એવી પ્રોડક્ટ્સ લાવવા માટે પ્રયત્નશીલ છીએ જે બદલાતી જીવનશૈલી સાથે મેળ ખાય અને લોકોને વધુ આરોગ્યપ્રદ અને સક્રિય જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે. લિફ્ટ ઑફ એક વિજ્ઞાન આધારિત ફોર્મ્યુલા છે જે સરળતાથી એનર્જી અને એલર્ટને સપોર્ટ કરે છે — અને હર્બલાઇફની પોષણ આધારિત પ્રોડક્ટ લાઇનનો મહત્વનો ભાગ છે જે આજના ભારતીય ગ્રાહકો સાથે ગાઢ રીતે સંકળાયેલ છે.”
ભારતમાં પ્રિવેન્ટિવ વેલનેસ અને એક્ટિવ લિવિંગનું મહત્વ સતત વધી રહ્યું છે. આવા સમયમાં, લિફ્ટ ઑફ બતાવે છે કે કેવી રીતે યોગ્ય પોષણ આપણા દૈનિક આરોગ્યમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
હર્બલાઇફ આ ક્ષેત્રમાં અગ્રણી છે — વૈજ્ઞાનિક રીતે સાબિત અને વિવિધ જીવનશૈલીઓને અનુરૂપ ઉત્પાદનો વિકસાવીને, ચાહે તે વ્યાવસાયિકો હોય, વિદ્યાર્થીઓ કે ફિટનેસ પ્રેમીઓ.
સતર્ક અને તાજગીભરેલા રહેવાનો સરળ રસ્તો
અંતે, લિફ્ટ ઑફનો હેતુ સંતુલન છે — તે તમને થોડી ઉર્જા આપીને સતર્ક, ફોકસ્ડ અને દિવસની દરેક માંગ માટે તૈયાર રાખે છે — શુગર ઉમેર્યા વિના.
કારણ કે એનર્જેટિક રહેવું એટલે વધુ કરવું નહીં, પરંતુ વધુ સારું કરવું — સ્પષ્ટતા અને ફોકસ સાથે.
લિફ્ટ ઑફમાં દરેક સર્વિંગમાં 80 મિ.ગ્રા. કેફીન છે, જે મેટાબોલિઝમ વધારવામાં અને થાક ઘટાડવામાં મદદરૂપ છે. તેમાં રહેલું Alpinia galanga એક્સટ્રેક્ટ (300 મિ.ગ્રા.), વિટામિન C અને બી-વિટામિન કોમ્પ્લેક્સ સતર્કતા અને શાંતિ વધારવામાં ક્લિનિકલી અભ્યાસિત છે.
હર્બલાઇફના ઉત્પાદનો કોઈ રોગનું નિદાન, સારવાર, ઉપચાર કે નિવારણ માટે બનાવવામાં આવેલા નથી. ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓએ આ ઉત્પાદન લેતા પહેલાં પોતાના ડૉક્ટર સાથે સલાહ કરવી જોઈએ.

