દુનિયામાં મૃત્યુનું સૌથી પહેલું કારણ છે હૃદય રોગ, ડાયટમાં ફેરફાર કરી બાળકોને તેનાથી બચાવો
નવી દિલ્હી, 19 ઓક્ટોબર 2019, શનિવાર
ભારત સહિત વિશ્વભરના લોકો પર હાર્ટ ડિસીઝની લટકતી તલવાર જોવા મળે છે. દુનિયાભરમાં હૃદય રોગ મૃત્યુ થવાનું સૌથી પહેલું કારણ છે. નાની ઉંમરથી જ બાળકોને પણ હૃદયની બીમારી થઈ જાય છે.
આવી સ્થિતિમાં દરેક માતાપિતા ઈચ્છે છે કે તેમનું બાળક આ રોગમાં ફસાય નહીં. એક નવા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે શારીરિક પ્રવૃત્તિ કરીને તેમજ આહારમાં સુધારો કરીને હૃદય રોગથી થતા મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે.
રિસર્ચ અનુસાર આરામદાયક જીવન અને અસ્વસ્થ્ય ખાણીપીણીના કારણે ધમનીઓ બ્લોક થઈ જાય છે. આ રીતે જીવન જીવતા લોકોને વારંવાર હાર્ટ એટેક કે સ્ટ્રોક આવી શકે છે. આ સમસ્યા ન સતાવે તેના માટે જરૂરી છે નાનપણથી જ બાળકોને આહાર અને શારીરિક શ્રમનું મહત્વ સમજાવવામાં આવે. યોગ્ય જીવનશૈલીથી હૃદય રોગથી બચી શકાય છે.
દુનિયાભરમાં હૃદય રોગ મૃત્યુનું સૌથી મોટું કારણ બને છે. આ કારણે દુનિયાભરમાં 17.9 મીલિયન લોકોનું મોત આ કારણથી થાય છે. દર વર્ષે લગભગ 3.2 મીલિયન લોકોનું મૃત્યુ અપર્યાપ્ત શારીરિક શ્રમના કારણે થાય છે. આ તારણ પર પહોંચવા માટે 433 બ્રાઝીલિયન વિદ્યાર્થીઓ પર સર્વે કરવામાં આવ્યો છે.
આ સર્વે બાદ જરૂરી છે કે બાળકોનું ભવિષ્ય સ્વસ્થ રહે તે માટે અત્યારથી જ તેમની જીવનશૈલી સુધારી દેવામાં આવે. નાનપણથી જ બાળકોને યોગ્ય આહાર આપવામાં આવે તો તેમને મોટી ઉંમરે કોઈ બીમારીનું ટેન્સન સતાવે નહીં.