શું સ્ત્રીઓ અને પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ-અલગ હોય છે?
નવી દિલ્હી,તા. 14 જુલાઇ 2023, શુક્રવાર
વિશ્વભરમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. આ એક જીવલેણ રોગ છે. પુરુષો અને સ્ત્રીઓ બંને આનાથી પ્રભાવિત થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ શોધી કાઢ્યું છે કે, કોરોના પછી હૃદય સંબંધિત બિમારીઓ વધુ ગંભીર બની ગઈ છે.
સમયસર સારવારનો અભાવ આ ભયનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે સ્ત્રીઓ અને પુરુષોમાં હાર્ટ એટેકના કેસ કેવી રીતે અલગ-અલગ હોઈ શકે છે.
હાર્ટ એટેકમહિલાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે. છાતીમાં દુખાવો-જકડવું અને શ્વાસ લેવામાં તકલીફ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે. તેના કેટલાક લક્ષણો અલગ રીતે જોવામાં આવ્યા છે.
શું સ્ત્રીઓમાં હાર્ટ એટેક જીવલેણ છે?
અમેરિકન હાર્ટ એસોસિએશનના રિપોર્ટ અનુસાર, હાર્ટ એટેકના એક વર્ષના તફાવતમાં પુરૂષો કરતા મહિલાઓના મૃત્યુનું જોખમ વધારે છે. હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા 65 વર્ષ કે તેથી વધુ વયના 50,000 દર્દીઓનો અભ્યાસ કર્યા બાદ આ બાબતો સમજાઈ છે.
આ રિપોર્ટ અનુસાર, પ્રથમ હાર્ટ એટેકના 5 વર્ષમાં મૃત્યુ, હાર્ટ ફેલિયર અથવા સ્ટ્રોકનું જોખમ 47% જોવા મળ્યું છે, જ્યારે પુરુષોમાં તે 36% સુધી હોઈ શકે છે.
પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો
સંશોધકોનું માનવું છે કે, પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છાતીમાં દુખાવો છે. આ લક્ષણ પુરુષોમાં વધુ જોવા મળે છે. હાર્ટ એટેકથી પીડિત 50 ટકા મહિલાઓમાં જ આ સમસ્યા જોવા મળી છે.
પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો
છાતીમાં દુખાવો અથવા બેચેની
શ્વાસની સમસ્યા
ડાબા જડબામાં દુખાવો
ઉબકા
સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો
પીઠમાં દુખાવો
ગરદન અથવા જડબામાં દુખાવો
હાર્ટબર્ન
ચક્કર, ઉબકા
શ્વાસની તકલીફ અને પરસેવો