Get The App

શરદી-ખાંસી અને સીઝનલ ફ્લૂને છૂમંતર કરી દેશે સફેદ મરી

- સફેદ મરી માત્ર મસાલો જ નથી પરંતુ આયુર્વેદમાં જડી-બૂટ્ટી તરીકે પણ તેનો ઉપયોગ થાય છે

Updated: Dec 10th, 2020

GS TEAM


Google News
Google News
શરદી-ખાંસી અને સીઝનલ ફ્લૂને છૂમંતર કરી દેશે સફેદ મરી 1 - image

નવી દિલ્હી, તા. 10 ડિસેમ્બર 2020, ગુરુવાર 

સુકા મસાલાની વાત કરીએ તો કાળા મરીનો ઉપયોગ સૌથી વધારે થાય છે. કેટલીય વાનગીમાં તો કાળા મરી વગર સ્વાદ જ આવતો નથી. પરંતુ મરચાની જ એક પ્રજાતિ છે સફેદ મરી. તેના વિશે ભારતીય લોકો જાણે તો છે પરંતુ આ કેટલું ગુણકારી છે તે નથી જાણતાં.. જાણો સફેદ મરી આપણા રોજિંદા જીવન માટે કેટલું ફાયદાકારક છે. આ માત્ર મસાલો જ નથી પરંતુ આયુર્વેદમાં જડી-બુટ્ટી તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. 

શરદી-જુકામ અને સીઝનલ ફ્લૂનો રામબાણ ઇલાજ

બદલાતા વાતાવરણમાં થતી શરદી અને ફ્લૂની સૌથી અસરકારક દવા છે - સફેદ મરચું. ખાંસી, જુકામ, ગળામાં ખરાશ થવાની પરેશાની થવા પર સફેદ મરીના પાઉડરને મધની સાથે મિક્સ કરીને ખાવાથી આરામ મળે છે. બાળકોમાં થતા ફ્લૂ અને ખાંસીમાં સફેદ મરી વાટીને મધની સાથે આપવાથી કફ જમા થતો નથી અને બે-ચાર દિવસોમાં જ શરદી છૂમંતર થઇ જાય છે. અસ્થમાના દર્દીઓને બદલાતા મોસમમાં દરરોજ સૂતી વખતે સફેદ મરીનું સેવન મધની સાથે કરવાથી ફાયદો થાય છે. 

આંખો માટે અસરકારક

આંખોમાં દુખાવો, બળતરા અથવા ઓછુ જોઇ શકવાની સમસ્યામાં સફેદ મરીનું સેવન કરવાનું ફાયદાકારક માનવામાં આવે છે. તેના માટે સફેદ મરી, બદામ, ખાંડ, વરિયાળી અને ત્રિફળાની સાથે દળીને તેનો પાઉડર બનાવીને તેનું દરરોજ સેવન કરવાથી આંખોની રોશની વધે છે. ઘણીવાર તેના નિયમિત સેવનથી ચશ્માનાં નંબર વારંવાર વધવાની સમસ્યામાં પણ લાભ મળે છે. 

પેટ માટે ફાયદાકારક

સફેદ મરી પેટની સમસ્યાથી પણ છૂટકારો અપાવવાનું કામ કરે છે.. તમે તેનો ભોજન બનાવવામાં ઉપયોગ કરી શકો છો અથવા તો સલાડમાં પણ નાંખી શકો છો. તેનો નિયમિત રીતે સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને પેટ દુખાવો, એસિડિટી, કબજિયાત, અલ્સર જેવા રોગમાં આરામ મળે છે. 

વજન ઘટાડવામાં પણ સહાયક

સફેદ મરીનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેનો ઉકાળો પીવાથી ન માત્ર ઇમ્યૂનિટી વધે છે પરંતુ વજન પણ નિયંત્રણમાં રહે છે. 

ડાયાબિટીસમાં લાભદાયી

ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ 1 ગ્લાસ દૂધની સાથે મેથીના દાણા, હળદર અને સફેદ મરચાનાં પાઉડરનું સેવન કરવું જોઇએ. તેનાથી શુગર કંટ્રોલ રાખવામાં મદદ મળે છે. 

કૉલેસ્ટ્રોલ કંટ્રોલમાં, દિલ તંદુરસ્ત

દરરોજ સફેદ મરી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે જેનાથી હાર્ટ અટેક થવાનું જોખમ ઓછું થઇ જાય છે. સફેદ મરીને કોઇ પણ સ્વરૂપમાં પોતાના ભોજનમાં સામેલ કરી શકાય છે. 

કેન્સર સેલ્સ બનવાથી અટકાવે છે

તેમાં વિટામિન, આયરન, એન્ટી-ઑક્સીડેન્ટ વગેરે પોષક તત્ત્વ મળી આવે છે. એટલા માટે દરરોજ તેનું સેવન કરવાથી આ શરીરમાં કેન્સરના સેલ્સ બનાવામાં કંટ્રોલ રહે છે. 

હાડકાં-સાંધાના દુખાવામાં આરામ

સફેદ મરીમાં રહેલા પોષક તત્ત્વોથી શારીરિક દુખાવામાં આરામ મળે છે. શરીરમાં થતાં દુખાવાથી આ રાહત અપાવે છે અને તેને દરરોજ ખાવાથી મસલ્સમાં આવતો સોજો અને સાંધાનાં દુખાવામાં ઘટાડો થાય છે. 

Tags :