Get The App

વિટામિન A,B,C,D...જ નહીં 'P' પણ છે ખુબ જરૂરી, આ બીમારીઓને કરી શકે છે દૂર

વિટામિન પી વાળા ફળ ખાવાથી બ્લડ ખૂબ સારી રીતે કામ કરે છે.

એન્ટી ઈન્ફ્લેમેટરીના ગુણોથી ભરપુર હોવાથી વિટામિન પી શરીરમાં બળતરા ઓછી કરે છે

Updated: Aug 13th, 2023

GS TEAM

Google News
Google News
વિટામિન A,B,C,D...જ નહીં 'P' પણ છે ખુબ જરૂરી, આ બીમારીઓને કરી શકે છે દૂર 1 - image
Image Freepic

તા. 13 ઓગસ્ટ 2023, રવિવાર

આપણા શરીરમાં વિટામિન A,B,C,D,E જ નહીં 'P'પણ છે સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. વિટીમિન પી ને ફ્લેવેનોઈલ નામથી ઓળખવામાં આવે છે. વિટામિન પી વાસ્તવમાં એક ફાઈટો ન્યુટ્રિએટ્સ છે. જે એન્ટી ઓક્સીડેન્સથી ભરપુર હોય છે. વિટામિન પી માં  એન્ટી ઈન્ફલેમેટરી ગુણ પણ જોવા મળે છે. આવો જાણીએ કે તેનાથી સ્વાસ્થ્યમાં શું શું ફાયદા થાય છે અને તે કયા કયા ફુડમાં જોવા મળે છે. 

વિટામિન 'P'ના કુલ 6 જબરજસ્ત ફાયદાઓ

હ્રદય માટે ગુણકારી 

વિટામિન પી વાળા ફળ ખાવાથી બ્લડ ખૂબ સારી રીતે કામ કરે છે. આ દિલના સ્વાસ્થ્યનું સારી રીતે સંભાળ રાખે છે. તેનું સેવન કરવાથી હાર્ટની બીમારીઓનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે. 

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરો

વિટામિન પી એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. તે શરીરને ફ્રી-રેડિકલ્સના નુકસાનથી બચાવે છે. તેનાથી કોષોને નુકસાન થતું નથી અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના કારણે શરીર બીમારીઓ સામે લડવા સક્ષમ બને છે.

એલર્જી, અસ્થમા, સંધિવામાં મદદ કરે છે

એન્ટી ઈન્ફ્લેમેટરીના ગુણોથી ભરપુર હોવાથી વિટામિન પી શરીરમાં બળતરા ઓછી કરે છે. વિટામિન પી એલર્જી, અસ્થમા અને સંધિવા જેવા રોગોમાં રાહત આપવાનું કામ કરે છે.

 ત્વચા માટે ફાયદાકારક

વિટામિન પી એક સમૃદ્ધ ખોરાક કહી શકાય છે, તેથી તેનું સેવન ત્વચા માટે ઉત્તમ ગણાય છે. તેનાથી ત્વચાની રુધિરકેશિકાઓમાં સુધારો કરે છે. વેરિકોઝ વેઇન્સ જેવા પ્રોબલેમ પણ ઓછા થઈ જાય છે. જો ત્વચા પર ઈજા થયા પછી ઘા થયો હોય તો તેના માટે વિટામિન પી ફાયદાકારક સાબિત થાય છે. 

આંખો માટે લાભકારી કામ કરે છે

વિટામિન પી વાળો ખોરાક ખાવાથી આંખોની રક્તવાહિનીઓને ફાયદો મળે છે. તેનાથી સ્વસ્થ રક્તવાહિનીઓ તૈયાર થાય છે. તેનાથી આંખોની કેટલીયે સમસ્યાઓ ખત્મ થઈ જાય છે વિઝનમાં પણ સુધારો થાય છે. 

કેન્સરનું જોખમ ઘટી જાય છે

ફ્લેવોનોઈડ હોવાથી વિટામિન પીમાં એન્ટી કેન્સર અસરો જોવા મળે છે. વિટામિન પી શરીરમાં પહોંચીને કેન્સરના કોષોનો વિકાસ થતો  અટકાવે છે. તેનું સેવન કરવાથી કેટલીક પ્રકારના કેન્સરનો ખતરો ઘટી જાય છે. 

કઈ વસ્તુમાં જોવા મળે છે વિટામિન પી

  • ખાટા ફળો જેવા કે સંતરા, નારંગી, લીંબુ અને આમળા
  • ડાર્ક ચોકલેટ
  • રાસબેરી, બ્લુબેરી, બ્લેકબેરી અને સ્ટ્રોબેરી
  • સફરજનમાં જોવા મળતું ફ્લેવોનોન ક્વેર્સેટિન વિટામિન પીનો સારો સ્ત્રોત છે.
  • ગ્રીન ટીમાં વિટામિન પી મળી આવે છે
  • લીલા અને પાંદડાવાળા શાકભાજી જેવા કે કેલ, પાલક અને બ્રોકોલીમાં વિટામિન પી જોવા મળે છે.

Tags :