ભોજન માટેના આયુર્વેદના આ નિયમોને રાખશો યાદ તો ક્યારેય નહીં પડો બીમાર
નવી દિલ્હી, 24 નવેમ્બર 2019, રવિવાર
દિવસભરના થાકના કારણે ઘણીવાર આપણે રાત્રે જે હાજર હોય છે તે ભોજન કરી લઈએ છીએ. સવારનો નાસ્તો હેલ્ધી હોય તે વાતનું ધ્યાન આપણે રાખીએ છીએ પરંતુ ડિનર માટે એટલું વિચારતા નથી. આયુર્વેદની માનીએ તો સવારનો નાસ્તો હોય તે ડિનર ભોજન સંબંધીત કેટલાક નિયમોનું ધ્યાન અચૂક રાખવું જોઈએ. આ નિયમોનું પાલન કરનાર ક્યારેય બીમાર પડતા નથી. આયુર્વેદ અનુસાર શરીરના ત્રણ મુખ્ય તત્વ કે પ્રકૃતિ હોય છે. જેમાં વાત, પિત્ત અને કફનો સમાવેશ થાય છે. શરીરમાં જ્યારે આ તત્વોનું સંતુલન ખરાબ થઈ જાય છે તો વ્યક્તિ બીમાર પડે છે.
1. ભોજનમાં ખાંડના ઉપયોગને બદલે ગોળ કે મધનો ઉપયોગ કરો. મેંદાને બદલે દલિયાનું સેવન કરવાનો આગ્રહ રાખવો.
2. આદુનો નાનો ટુકડો લઈ તેને તવા પર શેકી અને તે ઠંડો થાય પછી તેના પર સિંધવ નમક લગાવી રાખી દો. આ આદુને ભોજન કરો તેની 5 મિનિટ પહેલા ખાઈ લેવો. તેનાથી ભુખ વધારે લાગે છે અને પાચન પણ સારી રીતે થાય છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
3. જંક ફૂડમાં સોડિયમ, ટ્રાંસફેટ અને શર્કરા પણ હોય છે જેને ખાવાથી દૂર રહેવું જોઈએ. માર્કેટમાં મળતા સોફ્ટ ડ્રિંક્સથી પણ દૂર રહેવું જોઈએ.
4. ભોજન હંમેશા તાજુ બનાવેલું હોવું જોઈએ. તેનાથી પાચન બરાબર થાય છે.
5. આયુર્વેદમાં જણાવાયું છે કે ભૂખ હોય તેના કરતાં અડધું જ ભોજન કરવું જોઈએ.