દૂધ પીધા પછી 24 કલાક સુધી ના ખાશો આ વસ્તુઓ, ઈન્ફેક્શનથી થઈ શકે છે ગંભીર બીમારીઓ
અમદાવાદ, તા. 19 સપ્ટેમ્બર 2018 બુધવાર
દૂધ પીવાથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે તો કેટલાક સંજોગોમાં એ શરીરને નુકસાન પણ પહોંચાડે છે. એની અસર અને આડઅસર એનો ઉપયોગ કેવી રીતે થાય છે એના પર આધારિત છે. એવી કેટલીક વસ્તુઓ છે. જેની સાથે અથવા દૂધના પીધા પછી તરત લેવામાં આવે તો નુકસાનકારક સાબિત થાય છે. ઘણી વસ્તુઓ એવી છે જેને તરત ખાવી એટલે ગંભીર બીમારીઓને આમંત્રણ આપવુ.
આયુર્વેદમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનું સેવન દૂધની સાથે કે દૂધ પીધાં પછી તરત ના કરવુ જોઈએ. આવા આહારથી લ્યૂકોડેરમાં થઈ શકે છે. આ એવી સ્થિતિ છે જેમાં ત્વચા પર સફેદ ચકામા થાય છે.
આયુર્વેદમાં દૂધની સાથે અને એ પછી કઈ વસ્તુઓ ખાવી અને શેની પરેજી પાળવી એની સલાહ આપવામાં આવી છે. અહીં એ માહિતી આપવામાં આવી છે કે કઈ વસ્તુઓ સાથે અને પછી દૂધ ના પીવું જોઈએ.
1. અડદની દાળ ખાધા પછી દૂધ પીશો નહીં.
2. દૂધ સાથે દહીં ખાવાથી નુકસાન થઈ શકે છે. બંનેને એક સાથે ખાવાથી ત્વચા સંબંધિત બીમારી થવાનું જોખમ વધે છે.
3. દૂધ સાથે તલ લેવા પણ હાનિકારક બની શકે છે
4. ચેરી કે ખાટા ફળ સાથે દૂધનું સેવન હાનિકારક સાબિત થાય છે.
5. મીઠું કે મીઠાનો ઉપયોગ કરીને બનેલી કોઈપણ વસ્તુ દૂધ સાથે ના લેવી જોઈએ.
7. દૂધ વધારે ગરમ ના કરવું જોઈએ.
8. દૂધ પોતે સંપૂર્ણ આહાર છે.
9. સવારે દૂધ પીવાથી વધારે લાભ થાય છે.