Get The App

કાળા મરી જેટલી જ ગુણકારી છે સફેદ મરી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

Updated: Oct 15th, 2019

GS TEAM

Google News
Google News
કાળા મરી જેટલી જ ગુણકારી છે સફેદ મરી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ 1 - image

નવી દિલ્હી, 15 ઓક્ટોબર 2019, મંગળવાર

આજ સુધી તમે લાલ અને લીલા મરચાં ઉપરાંત કાળા મરી વિશે સાંભળ્યું હશે. પરંતુ તમે જાણો છો કે સફેદ મરી પણ હોય છે અને તે પણ કાળા મરી જેટલો જ લાભ સ્વાસ્થને કરે છે ?

સફેદ મરી એ નાનકડા બી જેવું હોય છે જેને તોડી અને પાણીમાં પલાળવામાં આવે છે. પલાળવાથી તેની ઉપરનું પડ નરમ થઈ જાય છે અને નીકળી જાય છે.

સફેદ મરી થોડી તીખી હોય છે અને તેનો ઉપયોગ સોસ, બાફેલા બટેટા, સેન્ડવિચ જેવી વસ્તુઓમાં સોસ સાથે થાય છે.  સફેદ મરીમાં ભરપૂર માત્રામાં ફ્લેવોનોઈડ, વિટામિન હોય છે. તેના પ્રયોગથી સ્વાસ્થ્યલક્ષી અનેક સમસ્યાઓથી છૂટકારો મળે છે. 

સ્નાયુનો દુખાવો

જો સ્નાયૂમાં સોજો કે સાંધાનો દુખાવો રહેતો હોય તો નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં ફ્લેવોનોઈડ તેમજ કૈપ્સૈસિઈન તત્વ હોય છે જે સાંધા અને સ્નાયૂના સોજાને દૂર કરે છે. 

ઉધરસ

શરદી, ઉધરસ હોય તો સફેદ મરીના પાવડરને મધ સાથે લેવો. આ મરી તાવ, ખાંસીમાંથી તુરંત રાહત આપે છે. તેમાં ભરપૂર માત્રામાં એંટીબાયોટિક ગુણ હોય છે. જે શરીરને અંદરથી ગરમ રાખે છે અને ઠંડકના વાતાવરણમાં થતી તકલીફોમાંથી રાહત આપે છે. 

કેન્સરનું જોમમ ટાળે છે

તાજેતરમાં થયેલી શોધ અનુસાર જો નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવામાં આવે તો બોડી કેન્સરના જોખમથી બચી શકાય છે. તેમાં એવા તત્વો હોય છે જે શરીરની અંદર જઈ અને કેન્સર સેલ્સનો નાશ કરે છે. 

ગેસ, અપચ, એસિડિટી

ભોજનમાં સફેદ મરીનો ઉપયોગ કરો તો પેટની સમસ્યાઓ થતી નથી. સફેદ મરીમાં હાઈડ્રોક્લોરિક એસિડ હોય છે જે અપચો, ગેસ, એસિડિટી તેમજ પેટના ઈંફેકશનને દૂર કરે છે. 

હાર્ટ એટેકથી રક્ષણ

નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવાથી શરીરના વિષાક્ત પદાર્થ યૂરિન વડે શરીરમાંથી બહાર નીકળી જાય છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. 

શુગર કંટ્રોલ

ડાયાબિટીસના દર્દીઓ માટે સફેદ મરીનું સેવન લાભકારી હોય છે. જો રોજ મેથીના દાણા, સફેદ મરીનો પાવડર એક ગ્લાસ ગરમ દૂધમાં ઉમેરી પીવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.