શું પ્રેગ્નેન્સી દરમિયાન ગરમ પાણી પીવું યોગ્ય છે?
- પ્રેગ્નેન્સી દરમિયાન ગરમ પાણી પીતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
નવી દિલ્હી, તા. 13 ઑક્ટોબર 2020, મંગળવાર
ગરમ અથવા હુંફાળું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. હુંફાળું પાણી તમારા શરીરના મેટાબૉલિઝ્મને સક્રીય કરે છે, જેનાથી શરીર એનર્જીથી ભર્યુ રહે છે અને ચુસ્ત રહે છે. પરંતુ શું ગરમ પાણી પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે યોગ્ય ગણાય? પ્રેગ્નેન્સીમાં તમારો આહાર સામાન્યથી થોડોક અલગ હોય છે. એવામાં તમારા મનમાં ઘણીવાર આ પ્રશ્ન જરૂર થયો હશે કે શું પ્રેગ્નેન્સીમાં ગરમ અથવા હુંફાળું પાણી પીવું સુરક્ષિત છે. જાણો, પ્રેગ્નેન્સીના દિવસોમાં ગરમ પાણી પીવાથી શું-શું લાભ થાય છે.
કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળશે
ગર્ભાવસ્થામાં કેટલીય મહિલાઓને કબજિયાતની ફરિયાદ રહે છે. એવું ઓછું પાણી પીવાથી પણ થાય છે. આ દિવસોમાં કબજિયાતથી છૂટકારો મેળવવા માટે દરરોજ ખાસ કરીને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીઓ. તમે સવારે ઉઠ્યા બાદ પણ સૌથી પહેલા એક કપ ગરમ અથવા હળવું હુંફાળું પાણી પી લેશો તો તમને આ કબજિયાતની પરેશાનીમાં રાહત થશે.
શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારે
ગરમ પાણી પીવાથી લોહીની નસોમાં લોહીનું પરિભ્રમણ થાય છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ સારુ થાય છે. જ્યારે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે તો શરીરના પ્રત્યેક અંગોમાં ઑક્સીજન અને પોષક તત્ત્વોની પર્યાપ્ત પ્રમાણ પહોંચી રહે છે.
ઊર્જાનું સ્તર ક્યારેય ઘટશે નહીં
ગર્ભાવસ્થા દરમિયાન મોટાભાગે મહિલાઓ થાકનો અનુભવ કરે છે. હકીકતમાં, આ દિવસોમાં શરીરમાં કેટલાય પ્રકારના હોર્મોનલ ઉતાર-ચઢાવ થાય છે. ગરમ પાણી પીશો, તો શરીરમાંથી ટૉક્સિન સરળતાથી બહાર નિકળે છે. તેનાથી માંસપેશીઓ અને ચેતાતંત્ર એક્ટિવ થઇ જાય છે, જેનાથી થાકનો અનુભવ થતો નથી.
ઇન્ફેક્શનથી બચાવ
ગરમ પાણીના સેવનથી ઇન્ફેક્શન અને બીજી વાયરલ બીમારીઓનું જોખમ ઓછુ થઇ જાય છે જેનાથી બચાવ પ્રેગ્નેંસી દરમિયાન ખૂબ જરૂરી છે.
પ્રેગ્નેન્સીમાં ગરમ પાણી પીતી વખતે સાવચેતી રાખો
- પાણી ખૂબ જ વધારે ગરમ ન હોવું જોઇએ, પરંતુ આ એટલું જ હુફાળુ હોવું જોઇએ કે તમે તેને સરળતાથી ઘૂંટ-ઘૂંટ કરીને પી શકો.
- પ્રેગ્નેન્સી દરમિયાન ડાયરેક્ટ નળ અથવા સપ્લાઇનું પાણી પીવું સેફ નથી. એટલા માટે પાણીને ઉકાળીને પીઓ અથવા તો વૉટર પ્યૂરીફાયરનું પાણી પીઓ.
- 2.5 લીટર પાણી પીવાનો અર્થ એ નથી કે તમે દિવસમાં 5 વાર અડધો-અડધો લીટર પાણી પી લો. તમારે પાણી થોડુક-થોડુક કરીને દિવસભર પીતા રહેવું જોઇએ.
- જો તમને સાદું પાણી પીવાનો કંટાળો આવવા લાગે છે તો તમે પાણીમાં લીંબૂનો રસ, કાકડી, તડબૂચ વગેરે નાંખીને પણ તેને સ્વાદિષ્ટ બનાવી શકે છે.