ઘણાં રોગોનો ઇલાજ છે જેઠીમધ, ઉપયોગની રીત
જેઠીમધ સ્વાદમાં ગળ્યું હોય છે. તે કેલ્શિયમ, ગ્લિસરાઈઝિક, એસિડ, એન્ટિ ઓક્સીડન્ટ, પ્રોટીન અને ચરબી જેવા ગુણોનો ખજાનો છે. એનો ઉપયોગ નેત્ર રોગ, મુખના રોગો, ગળાના રોગો, ઉદરના રોગો, શ્વાસની તકલીફ, હૃદય રોગ માટે અનેક વર્ષોથી થતો આવ્યો છે. તે કફ, વાયુ અને પિત્ત એમ ત્રણેય દોષોને શાંત કરીને બીમારીનો ઇલાજ કરે છે.
પતંજલિ આયુર્વેદ હરિદ્વારના આચાર્ય બાલકૃષ્ણ કહે છે કે જેઠીમધના કવાથથી આંખ ધોવાથી આંખના રોગો મટે છે. તેના ચૂર્ણમાં સરખા પ્રમાણમાં વરિયાળીનો પાવડર મિક્સ કરીને રોજ સવાર- સાંજ ખાવાથી આંખની બળતરાની તકલીફ દૂર થાય છે. જેઠીમધને પાણીમાં લસોટીને એમાં રૂનું પૂમડું પલાળીને આંખ પર બાંધવાથી આંખની લાલાશ દૂર થાય છે. એટલું જ નહીં જેઠીમધ કાન અને નાકના રોગોમાં પણ લાભદાયી છે.
મોંમા છાલા પડ્યાં હોય ત્યારે જેઠીમધમાં મધ લગાવીને ચુસવાથી રાહત મળે છે. ખાસી અને ગળાની તકલીફમાં જેઠીમધ ચુસવાથી ફાયદો થાય છે. સૂકી ખાંસીમાં કફ ઉત્પન્ન કરવા માટે એની 1 ચમચી માત્રમાં મધની સાથે દિવસમાં ત્રણ વાર ચાંટવું. આનો 20-25 મિલિ ક્વાથ સવાર-સાંજ પીવાથી શ્વાસનળી સાફ થઇ જાય છે. જેઠીમધ ચુસવાથી એડકી પણ મટી જાય છે.
આચાર્ય બાલકૃષ્ણનું કહેવું છે કે મુલેઠી હૃદયરોગમાં પણ ફાયદો કરાવે છે. જેઠીમધનો ક્વાથ બનાવીને 10-15 મિલી પીવવાથી ઉદરશૂલ મટી જાય છે.
ત્વચાના રોગોમાં પણ લાભકારી ગણાતા જેઠીમધનો લેપ ફોલ્લા પર લગાવવામાં આવે તો એ જલદી પાકીને ફુટી જાય છે. જેઠીમધ અને તલને વાટીને એમાં ધૃત(આયુર્વેદિક ઘી) મિક્સ કરીને ઘાવ પર લગાવવાથી ઘાવ ભરાઇ જાય છે.