કાળઝાળ ગરમીમાં આ શરબત પીશો તો કેટલીય પરેશાનીઓથી છૂટકારો મેળવશો
- આ શરબત ગરમીઓમાં થતા હીટ સ્ટ્રોકથી પણ બચાવે છે
અમદાવાદ, તા. 19 મે 2018, શનિવાર
વધતી ગરમીમાં સૌથી મોટી સમસ્યા હોય છે શરીરને હાઇડ્રેટ રાખવાની, કારણ કે પાણીની ઉણપને કારણે તમે ડિહાઇડ્રેશનનો શિકાર બની શકો છો. એટલે ગરમીના દિવસોમાં વધારેમાં વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ વધતા તાપમાનમાં માત્ર પાણી અસરકારક સાબિત નથી થતું. એટલા માટે જરૂરી છે કે કેટલાક એવા પીણાં પણ પોતાની દિનચર્યામાં સામેલ કરો જે મગજને ઠંડક આપવાની સાથે જ શરીરને હાઇડ્રેટ રાખી શકે.
આવા જ પ્રકારનું એક પીણું છે ખસનું શરબત. ખસમાં રહેલ કેટલાય પોષક તત્વ અને એન્ટી ઑક્સીડન્ટ ગરમીઓમાં તમારા શરીરને માત્ર રાહત જ નથી આપતું પરંતુ કેટલીય બિમારીઓથી પણ તમને દૂર રાખે છે.
ઇન્સ્ટન્ટ એનર્જીથી ભરપૂર.
ખસનું શરબત તમને ઇન્સ્ટન્ટ એનર્જી તો આપે જ છે સાથે જ તમારા શરીરમાં પાણીની ઉણપ પણ થવા દેતુ નથી. શરીરને ગરમીઓમાં થતા હીટ સ્ટ્રોકથી પણ ખસ શરબત બચાવે છે.
બ્લડ સર્ક્યુલેશન ઠીક રાખે છે.
ખસનું શરબત તમારા બ્લડ સર્ક્યુલેશનને પણ કંટ્રોલ કરી રાખે છે. ખસની અંદર આર્યન, મેંગેનીઝ અને વિટામિન B6 હોય છે. આર્યન જ્યાં લોહીને શુદ્ધ કરે છે ત્યાં મેંગેનીઝ શરીરના બ્લડ સર્ક્યુલેશનને ઠીક રાખે છે.
આંખોની બળતરાને દૂર કરે છે.
ગરમીઓમાં આંખોની બળતરા અને તેના લાલ થવાની સમસ્યા મોટાભાગે વધી જાય છે. આવું ત્યારે જ થાય છે જ્યારે શરીરની અંદર ગરમી વધી જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમારે દરરોજ ખસના શરબતનો ઉપયોગ કરવો જોઇએ. આંખોના લાલ થવા અને બળતરાની સમસ્યા સરળતાથી દૂર થઇ જશે.
ઇમ્યૂનિટી પાવરને વધારે છે
ખસનું શરબત તમારા શરીરની ઇમ્યૂનિટી પાવરને વધારવામાં મદદ કરે છે. એવામાં રહેલ એન્ટીઑક્સિડેન્ટ ઑર્ગન અને ટિશ્યૂઝને પણ ફ્રી રેડિકલ્સની સમસ્યાથી બચાવે છે.