આ છે સૌથી વધારે પૌષ્ટિક શાક, 7 દિવસ ખાવાથી શરીર થશે લોખંડી
અમદાવાદ, 9 એપ્રિલ 2019, મંગળવાર
બદલતી લાઈફસ્ટાઈલ અને જંક ફૂડનું સેવન કરવાની આદતના કારણે લોકો પૌષ્ટિક આહાર લેવાનું ભુલી ગયા છે. લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે સારા છે તે વાત જાણે તો સૌ છે પરંતુ તેને ખાવાનું ટાળતા હોય છે. દાળ શાકનું નિયમિત સેવન કરવાથી શરીર તમામ પ્રકારના રોગથી મુક્ત થાય છે અને લોખંડી બને છે. કેટલાક શાક તો એવા છે કે ઓછા સમયમાં પણ વધારે અસર દેખાડે છે. આ શાક છે કંટોલા, આ દુનિયાનું સૌથી વધારે પૌષ્ટિક અને શક્તિશાળી શાક છે. આ શાક ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. કારણ કે આ શાક માત્ર 7 દિવસ સુધી ખાવાથી પણ શરીરને શક્તિ મળે છે.
આયુર્વેદમાં કંટોલાને સૌથી વધારે શક્તિ આપતું શાક ગણાવાયું છે. કંટોલા ખાવામાં સ્વાદિષ્ટ હોવાથી સાથે પ્રોટીનથી ભરપૂર હોય છે. રોજ કંટોલા ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કંટોલામાંથી માંસ કરતા વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે. કંટોલામાં ફાઈટોકેમિકલ્સ નામનું તત્વ હોય છે જે શરીરને રોગમુક્ત કરે છે. કંટોલા રક્તને શુદ્ધ પણ કરે છે.
કંટોલામાં પ્રોટીન અને આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેમાં કેલેરી ઓછી હોય છે. જો તમે 100 ગ્રામ કંટોલાનું શાક ભોજનમાં લો તો તેનાથી તમને 17 કેલેરી મળે છે. એટલે કે આ શાક વજન ઘટાડવા માટેનો બેસ્ટ રસ્તો છે.
આ શાકનું તમે અથાણુ બનાવીને પણ સ્ટોર કરી શકો છો. આ અથાણું ઘણા રોગમાં ઔષધિ તરીકે પ્રયોગમાં લઈ શકાય છે. આ અથાણું પાચનક્રિયાને સુધારે છે. કંટોલાનું સેવન કરવાથી હાઈ બીપીની તકલીફ પણ દૂર થાય છે. કંટોલામાં રહેલા તત્વોના કારણે શરદી, ઉધરસમાંથી પણ રાહત મળે છે. કંટોલાનું સેવન કેન્સરના રોગીઓની તકલીફ પણ ઘટાડે છે.