ઇલાયચીના મોટા ગુણ, અનેક રોગોમાં ઉપયોગી
ભાગ્યે જ એવું કોઇ રસોડું હશે જ્યાં ઇલાયચી ના હોય. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ નાનકડી ઇલાયચી હેલ્થ માટે સારી છે. ઇલાયચી ખાવાથી અનેક બીમારીઓ થતી અટકે છે. ઇલાયચી કિડનીને સારી રાખે છે કારણ કે તે શરીરમાં યૂરીનને પાણી તરીકે એકઠું થવા દેતુ નથી. જો રોજે ત્રણ-ચાર ઇલાયચી ખાવામાં આવે તો માણસ તંદુરસ્ત રહે છે.
જે લોકો વજન ઉતારવા માગતા હોય તેમણે ખાસ ઇલાયચી ખાવી જોઈએ. કારણ કે તે શરીરના ખરાબ કોલેસ્ટેરોલને ઘટાડવામાં મદદ કરે છે. જેનાથી ચરબી ફટાફટ ઘટવા લાગે છે. ઇલાયચીવાળી ચા પીવાથીશરીરના ઝેરી પદાર્થો બહાર નીકળી જવાથી શરીર સારુંરહે છે. સાથે જ તેના સેવનથી પેટસંબંધી તકલીફો જેવી કે ગેસ અને અપચો પણ મટે છે.