Get The App

ડેન્ગ્યૂ વિશેની કેટલીક ગેરમાન્યતાઓ કે જેનાથી લોકો અજાણ હોય છે

- જાણો, ડેન્ગ્યૂની બીમારી વિશે કેટલીક ધ્યાન રાખવા જેવી બાબતો વિશે..

Updated: Sep 23rd, 2020

GS TEAM

Google News
Google News
ડેન્ગ્યૂ વિશેની કેટલીક ગેરમાન્યતાઓ કે જેનાથી લોકો અજાણ હોય છે 1 - image

નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર 2020, બુધવાર 

વાતાવરણમાં ફેરફાર થતાં જ મચ્છરોનો આતંક પણ વધી જાય છે. એક આંકડાકીય માહિતી અનુસાર, દર વર્ષે હજારો લોકો ડેન્ગ્યૂની બીમારીના કારણે પોતાનો જીવ ગુમાવી બેસે છે. જે સમય પર સારવાર ન થવા પર અને જાગરૂકતાના અભાવના કારણે થાય છે. એટલા માટે જરૂરી છે કે લોકોને તેના વિશે વધારેમાં વધારે જાગરૂત કરવામાં આવે. એડીઝ ઇજિપ્ટી મચ્છર કરડવાથી ડેન્ગ્યૂ ફેલાય છે. આ મચ્છર જમા થયેલા સ્વચ્છ પાણીમાં વિકસિત થાય છે એટલા માટે મોનસૂન દરમિયાન પાણી ભરાઇ જવાને કારણે મચ્છરોની સંખ્યા વધી જાય છે. 

ડેન્ગ્યૂમાં સૌથી પહેલાં ખૂબ જ તાવ આવે છે ત્યારબાદ શરીરમાં લાલ રંગના ચકમા પડી જાય છે, આ સાથે જ માથામાં દુખાવો, પીઠમાં દુખાવો, સાંધા અને માંસપેશિઓમાં દુખાવો, ભૂખ ઓછી લાગવી અને ઉલ્ટી થવી ડેન્ગ્યૂના લક્ષણોમાં સામેલ છે. પરંતુ ડેન્ગ્યૂની ખાતરી બ્લડ ટેસ્ટ બાદ જ કરી શકાય છે. ડેન્ગ્યૂ વિશે કેટલીય એવી બાબતો છે જે કદાચ જ તમે જાણતાં હશો, જાણો ડેન્ગ્યૂ વિશેની કેટલીક બાબતો વિશે... 

ડેન્ગ્યૂ શ્વેત રક્તકણો પર હુમલો કરે છે

જો ડેન્ગ્યૂનો મચ્છર તમને કરડ્યો હોય તો તે તમારા માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. ડેન્ગ્યૂના મચ્છર ડાયરેક્ટ તમારા શ્વેત રક્તકણો પર હુમલો કરે છે. જેના કારણે તમારા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થવા લાગે છે. એક ડેન્ગ્યૂ મચ્છર એકવારમાં 100 જેટલાં ઈંડાં આપે છે અને તે લગભગ બે અઠવાડિયા સુધી જીવિત રહે છે. 

મચ્છર રાત્રે પણ કરડી શકે છે

માનવામાં આવે છે કે ડેન્ગ્યૂના મચ્છર માત્ર દિવસમાં જ કરડતાં હોય છે પરંતુ હકીકત એ છે કે તે રાત્રે લાઇટના અજવાળામાં પણ કરડી શકે છે. ડેન્ગ્યૂના મચ્છર સવારે અને સાંજે સૂર્યાસ્તના સમયે વધારે કરડે છે. આ મચ્છર 15-16 ડિગ્રીથી ઓછા તાપમાનમાં પેદા થઇ શકતાં નથી. ડેન્ગ્યૂના સૌથી વધારે કેસ જુલાઇથી ઑક્ટોબર વચ્ચે જોવા મળે છે. 

શું તમારા ઘરમાં પણ ઉછરી રહ્યા છે ડેન્ગ્યૂના મચ્છર?

દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં 41 ટકા ડેન્ગ્યૂ મચ્છર પ્લાસ્ટિકના ડ્રમ અને ટાંકીઓમાં પેદા થાય છે. આ સાથે જ કૂલરમાં 12 ટકા અને નિર્માણકાર્ય ચાલતું હોય તે સ્થળે લોખંડના કન્ટેઇનરમાં 17 ટકા ડન્ગ્યૂના મચ્છર પેદા થાય છે. 

પ્લેટલેટ્સમાં ઘટાડો થવો તે અવસાનનું કારણ નથી

સામાન્ય રીતે લોકોનું એવું માનવું હોય છે કે ડેન્ગ્યૂ દરમિયાન પ્લેટલેટ્સમાં ઘટાડો થવાથી દર્દીનું મૃત્યુ નિપજે છે. પરંતુ કદાચ જ લોકો જાણે છે કે ડેન્ગ્યૂમાં મોતનું વાસ્તવિક કારણ કેપિલરી લીકેજ હોય છે. જો કોઇ દર્દીને કેપિલરી લીકેજ થાય છે તો આ પરિસ્થિતિમાં તેને તરલ પદાર્થ આપવા જોઇએ. આ તરલ પદાર્થોનું સેવન ત્યાં સુધી કરવું જોઇએ જ્યાં સુધી હાઇ અને લો બ્લડ પ્રેશર વચ્ચેનું અંતર 40થી વધારે ન થઇ જાય. 

ડેન્ગ્યૂ ચેપી રોગ નથી

ડેન્ગ્યૂને સામાન્ય રીતે સંક્રામક બીમારી સમજવામાં આવે છે. પરંતુ હકીકતમાં ડેન્ગ્યૂ સંક્રામક બીમારી નથી કારણ કે આ બીમારી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાતી નથી. ડેન્ગ્યૂ બીમારીના ચાર પ્રકાર હોય છે. દર્દીને એકવારમાં એક જ પ્રકારનું જ ડેન્ગ્યૂ થતું હોય છે અને બીજીવાર બીજા પ્રકારનું ડેન્ગ્યૂ થાય છે. ડેન્ગ્યૂ બીમારીને લઇને લોકોની માન્યતા એવી હોય છે કે આ દરમિયાન પ્લેટલેટ્સ કાઉન્ટ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને માત્ર તેને વધારવા પર જ ધ્યાન આપવું જોઇએ. ઉલ્લેખનીય છે કે જે દર્દીઓના પ્લેટલેટ્સ કાઉન્ટ 10,000થી ઓછા થઇ જાય ત્યારે તે દર્દીઓ માટે ડેન્ગ્યૂ જીવલેણ પરિસ્થિતિમાં પહોંચવાની શક્યતા સર્જાય છે.

Tags :