પ્રેગ્નન્સીમાં તમને તો નથી થતો માથાનો અસહ્ય દુખાવો, જાણો સિમ્પલ ઉપાય
પ્રેગન્ન્સીમાં માથાનો દુખાવો થવો કોઈ મોટી વાત નથી પણ વારંવાર થતો દુખાવો મશ્કેલીમાં વધારો કરે છે. જો તમને પહેલાથી જ માથાના દુખાવાની તકલીફ હોય તો પ્રેગ્નન્સીમાં આવો દુખાવો થવાની સંભાવના વધી જાય છે.
આમ તો આ દુખાવો ક્યારેક આખો દિવસ તો ક્યારેક કેટલાક દિવસો સુધી હેરાન કરે છે પણ શરૂઆતના ત્રણ મહિના એની ફ્રિક્વન્સી વધારે હોય છે. પછી ધીમે ધીમે ઓછો થાય છે. આ દુખાવાનું કોઈ એક નહીં પણ અનેક કારણો હોય છે.
જો થોડી સાવચેતી રાખવામાં આવે તો એનાથી બચી શકાય છે. ઘણાંને આવું ધૂળ, સુગંધ વગેરેની એલર્જીને લીધે થતું હોય છે. આ તકલીફને મટાડવા માટે તમે કેટલીક જરૂરી વસ્તુઓ અજમાવી શકો છો જે દુખાવો ઘટાડશે અને દર્દ મટાડવામાં મદદરૂપ સાબિત થશે.
પ્રેગ્નન્સીમાં આ કારણે થાય છે દુખાવો
1. પ્રેગ્નન્સીમાં ખાવાનું મન નથી થતું અને ના ખાવું માથાના દુખાવાનું એક કારણ હોઈ શકે છે. તેથી ભલે અડધી રોટલી ખાઓ પણ ખાઓ જરૂર. આનાથી પેટ ખાલી નહીં રહે અને એસિડીટી ના થવાને લીધો દુખાવો નહીં થાય.
2. તડકા અને ગરમીથી બચો. પ્રેગ્નન્સીમાં ગરમી થવી અને લૂ લાગવી સામાન્ય વાત છે. ઘણાં લોકોને ગરમીને લીધે પણ માથુ દુખે છે. તડકામાં બહાર નીકળો તો સરખું બાંધીને કે પછી છત્રી લઇને નીકળો. પાણી વધારે પીવો.
3. એક્સર્સાઈઝ પ્રેગ્નન્સીમાં બહુ જરૂરી છે. સવાર-સાંજ ખુલ્લી જગ્યામાં ચાલવાનું રાખો.
4. તમે જ્યાં રહેતા હોવ ત્યાં ઓક્સિજનની કમી ના હોવી જોઈએ. એટલે કે ઓફિસમાં તમને એવું લાગે કે માથું દુખે છે તો થોડીવાર બહાર આવીને ખુલ્લામાં આંટા મારો. સ્વીમિંગ પણ એક સારી એક્સર્સાઈઝ છે અને પ્રેગ્નન્સીમાં ધ્યાન રાખીને કરવામાં આવે તો સેફ છે.
5. પૂરતો આરામ પણ એક ઉપાય છે. જો તમે યોગ્ય સમયે જાગશો અને ઉંઘશો નહીં તો માથાનો દુખાવો થઇ શકે છે. વધારે કામ કરવા અને આરામ ના કરવાથી પણ આ દુખાવો થઇ શકે છે.
6. ગરમી હોય તો ઠંડા પાણીથી નહાઓ અને ચહેરા પર ઠંડા પાણીની છાલક મારશો તો તમને સારુ ફીલ થશે.
7. જ્યારે પણ દુખાવો થતો હોય ત્યારે માથાની માલિશની સાથે જ ખભાની પણ માલિશ કરાવો. એ તણાવથી થતાં દુખાવામાં ઝડપથી રાહત અપાવે છે.
જ્યારે પણ દુખાવા જેવું લાગે એટલે શાંત અને અંધારા રૂમમાં જતાં રહો. માથા પર ઠંડા પાણીની પટ્ટી કે બરફ રાખીને આરામ કરો. આનાથી બ્લડજ સર્ક્યુલેશન વધશે અને દુખાવામાં રાહત મળશે.