શું તમે ક્યારેય લીલી બદામ વિશે સાંભળ્યુ છે? જાણો તેને ખાવાના અઢળક ફાયદા
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 30 જૂન 2023 શુક્રવાર
શું તમે ક્યારેય લીલી બદામ ખાધી છે? ખૂબ ઓછા લોકો એ જાણે છે કે લીલી બદામ પણ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જેમાં એવા પોષકતત્વ હોય છે જેનાથી શરીરના ઘણા રોગ દૂર થઈ શકે છે. લીલી બદામોની બહારની બનાવટ ખૂબ કોમળ અને મખમલી હોય છે. તેને જ્યારે કાપવામાં આવે ત્યારે અંદર સફેદ રંગની એક ભ્રૂણીય બદામ મળે છે. આ સફેદ ભ્રૂણીય બદામને ખાવામાં આવે છે. સફેદ રંગની આ બદામ ખૂબ નરમ અને સ્વાદિષ્ટ હોય છે.
આ બદામને જ્યારે સમય પહેલા તોડી દેવામાં આવે છે તો આ લીલી બદામ કહેવાય છે. જ્યારે આ લીલી બદામોને વૃક્ષ પર સૂકાવા માટે વધુ સમય સુધી છોડી દેવામાં આવે છે તો આ બહારથી કડક અને આકરુ રુપ લઈ લે છે અને ભૂરો રંગ ગ્રહણ કરી લે છે. કાચા બદામ એટલે કે લીલી બદામને ખાવાથી શરીરને કેટલાક અદ્ભૂત લાભ મળી શકે છે.
લીલી બદામ ખાવાના ફાયદા
એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર
લીલી બદામમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ કારણ છે કે તેને ખાવાથી બોડીમાંથી ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ મળે છે.
મજબૂત ઈમ્યૂન સિસ્ટમ
કોરોના કાળ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ કોવિડ-19 વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો. મોટાભાગના લોકોના મોતનું કારણ કમજોર ઈમ્યૂન સિસ્ટમ હતુ. જ્યારે ઈમ્યૂન સિસ્ટમ મજબૂત હોય છે ત્યારે શરીર વિભિન્ન રોગો સામે લડવામાં સક્ષમ હોય છે. જો તમારી ઈમ્યૂન સિસ્ટમ પણ કમજોર હોય તો તમારે પણ લીલી બદામનું સેવન શરૂ કરવુ જોઈએ.
જરૂરી પોષક તત્વોની હાજરી
લીલી બદામમાં રાઈબોફ્લેવિન અને L-કાર્નિટાઈન જેવા બે મુખ્ય તત્વ હોય છે. જ્યારે આપણે લીલી બદામનું સેવન કરીએ છીએ તો આપણી ચેતાઓ અને મગજને યોગ્ય પોષણ મળે છે. આનાથી મગજની કાર્યક્ષમતામાં સુધારો થાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોવ તો લીલી બદામને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો. કેમ કે આમાં હેલ્ધી ફેટ હોય છે. આને ખાવાથી શરીરનું એક્સ્ટ્રા ફેટ ઓછુ થઈ જાય છે અને વજનને ઝડપથી ઘટાડવામાં મદદ મળે છે.
કોલેસ્ટ્રોલ
લીલી બદામને ખાઈને કોલેસ્ટ્રોલના લેવલને શ્રેષ્ઠ બનાવવામાં હેલ્પ મળે છે. આ બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરવા અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરી શકે છે. આ સિવાય વિટામિન E ની હાજરીના કારણે લીલી બદામ ધમનીઓને પણ સ્વસ્થ રાખે છે અને બ્લડ સર્ક્યુલેશનને પ્રોત્સાહન આપે છે.