નવી દિલ્હી, તા. 10 જુલાઇ 2020, શુક્રવાર
નારિયેળ તમને હેલ્ધી અને ફિટ રાખવામાં સૌથી વધારે અસરકારક સાબિત થઇ શકે છે. નારિયેળ વિટામિન, મિનરલ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જેનાથી આ શરીરને હાઇડ્રેટેડ રાખે છે. નારિયેળની સાથે જ તેનું તેલ પણ ખૂબ જ ચમત્કારી ગુણોથી ભરપૂર હોય છે. પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર નારિયેળનો એક ટૂકડો પણ જો દરરોજ ખાવામાં આવે તો તે તમારી ઇમ્યૂનિટી પણ ઝડપથી વધારે છે. તેના સેવનથી યાદશક્તિમાં પણ વધારો થાય છે. આ સ્કિનમાં ગ્લો પેદા કરે છે. કોરોના કાળમાં તો તેનું સેવન વધુ યોગ્ય માની શકાય છે.
ઇમ્યુનિટી બૂસ્ટર
નારિયેળના સેવનથી ઇમ્યૂન સિસ્ટમને વધારે મજબૂત બનાવી શકાય છે. નારિયેળમાં એન્ટી-વાઇરલ તત્ત્વ હોય છે, જે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.
હૃદયને સ્વસ્થ રાખે છે
નારિયેળમાં બદામ, અખરોટ તેમજ ખાંડ મિક્સ કરીને તેનું દરરોજ સેવન કરવું જોઇએ, નારિયેળ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે જે હૃદયને સ્વસ્થ રાખે છે.
એલર્જી દૂર કરે
નારિયેળ એક સારું એન્ટિબાયોટિક છે, જે તમને દરેક પ્રકારની એલર્જીથી બચાવે છે.
સનસ્ક્રીનનું કામ કરે
નારિયેળનું તેલ શ્રેષ્ઠ સનસ્ક્રીન છે. તડકામાં જતા પહેલા તેને લગાવીને નિકળો. મોંઘા સનસ્ક્રીનની જરૂર નહીં પડે.
નસકોરીની સમસ્યાને દૂર કરે છે
જે લોકોને ગરમીઓમાં નાકમાંથી લોહી આવે છે. તેમના માટે નારિયેળ દવાની જેમ કામ કરે છે. તેને ખાંડની સાથે ખાવાથી નસકોરી ફૂટવાની સમસ્યા દૂર થઇ જાય છે.
ડાયેટમાં સામેલ કરો
નારિયેળ ન માત્ર તમારા શરીરને પોષણ આપે છે પરંતુ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે.


