ચેતજો! તાવ-શરદીમાં પેનકિલર અને મલ્ટીવિટામિન તરીકે વપરાતી 156 દવાઓ પર સરકારનો પ્રતિબંધ

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
156 fixed-dose combination drugs banned


Govt bans 156 popular fixed-dose combination drugs : કેન્દ્ર સરકારે તાવ, શરદી, એલર્જી અને દુ:ખાવા માટે વપરાતી દવાઓના સંયોજનો પર પ્રતિબંધ લાગવ્યો છે. કુલ 156 એફ. સી. ડી. ( ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન ) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે આ દવાઓના સંયોજનથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. 

FDC એટલે શું? 

નોંધનીય છે કે એફડીસી દવાઓને કોકટેલ દવાઓ પણ કહેવામાં આવે છે, એકથી વધુ દવાઓનું મિશ્રણ કરીને આ દવા બનાવવામાં આવે છે. દેશની પ્રચલિત ફાર્મા કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા અનેક સંયોજનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

કઈ પ્રચલિત દવાઓ પર પ્રતિબંધ? 

આ સૂચિમાં એસિક્લોફેનાક 50 મિલિગ્રામ પેરાસીટામોલ 125 મિલિગ્રામ ટેબલેટ, મેફેનેમિક એસિડ પેરાસીટામોલ ઈંજેક્શન, સેટીરીઝીન એચસીએલ પેરાસીટામોલ ફેનિલફ્રાઈન એચસીએલ, લેવોસેટિરીઝીન ફિનાઇલફ્રાઈન એચસીએલ પેરાસીટામોલ, પેરાસીટામોલ ક્લોરફેનિરામાઈન મેલેટ, ફિનાઇલ પ્રોપેનોલામાઈન, કેમિલોફિન ડ્રાઈહાઇડ્રોક્લોરાઇડ 25 મિલિગ્રામ પેરાસીટામોલ 300 મિલિગ્રામ સામેલ છે. 

પેનકીલર અને વિટામિન માટે અપાતી હતી આ દવાઓ 

આ દવાઓ ખૂબ જ લોકપ્રિય છે અને ખૂબ મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ખાસ કરીને તાવ, શરીરમાં દુખાવાથી રાહત માટે આ દવાઓ લેવામાં આવતી હતી. આ સિવાઈ મલ્ટીવિટામિન અને એન્ટિએલર્જીક રૂપે પણ આ દવાઓ લેવામાં આવી હતી.  

વૈકલ્પિક દવાઓ લે લોકો: સરકાર 

આ સિવાય પેરાસીટામોલ, ટ્રામાડોલ, ટોરિન અને કેફીનના કોમ્બિનેશન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારે લોકોને અપીલ કરી છે કે આ દવાઓની જગ્યાએ અન્ય વૈકલ્પિક દવાઓનો ઉપયોગ કરવો. 

પ્રતિબંધિત દવાઓ (FDC)નું સંપૂર્ણ લિસ્ટ: 


ચેતજો! તાવ-શરદીમાં પેનકિલર અને મલ્ટીવિટામિન તરીકે વપરાતી 156 દવાઓ પર સરકારનો પ્રતિબંધ 2 - image

ચેતજો! તાવ-શરદીમાં પેનકિલર અને મલ્ટીવિટામિન તરીકે વપરાતી 156 દવાઓ પર સરકારનો પ્રતિબંધ 3 - image

ચેતજો! તાવ-શરદીમાં પેનકિલર અને મલ્ટીવિટામિન તરીકે વપરાતી 156 દવાઓ પર સરકારનો પ્રતિબંધ 4 - image

ચેતજો! તાવ-શરદીમાં પેનકિલર અને મલ્ટીવિટામિન તરીકે વપરાતી 156 દવાઓ પર સરકારનો પ્રતિબંધ 5 - image

ચેતજો! તાવ-શરદીમાં પેનકિલર અને મલ્ટીવિટામિન તરીકે વપરાતી 156 દવાઓ પર સરકારનો પ્રતિબંધ 6 - image

ચેતજો! તાવ-શરદીમાં પેનકિલર અને મલ્ટીવિટામિન તરીકે વપરાતી 156 દવાઓ પર સરકારનો પ્રતિબંધ 7 - image



Google NewsGoogle News