પીવો દૂધીનો રસ, બીમારીઓ ભાગશે જોજનો દૂર
આપણાં સ્વાસ્થ્ય માટે દૂધીનો રસ બહુ લાભદાયી છે. જો તેને રોજ પીવામાં આવે તો પીનારને અનેક લાભ થઇ શકે છે. તેમાં વિટામિન સી વિટામિન બી અને સોડિયમ, આયરન અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં છે. એમાં ફેટ અને કોલેસ્ટ્રોલ પણ ઓછા હોય છે. દૂધીના રસને શરીર માટે શ્રેષ્ઠ એન્ટી ઓક્સીડન્ટ ડ્રિંકનું કામ કરે છે. દૂધીના રસના બીજા ફાયદાઓ વિશે જાણીએ...
વજન ઘટાડવા
તમારું વજન વધી રહ્યું છે તો દૂધીનો રસ પીવો. તેમાં વિટામિન, પોટેશિયમ અને આયરન હોય છે. જે સ્થૂળ લોકોના વધતા વજનને નિયંત્રિત કરે છે. આ માટે દૂધીની છાલ કાઢીને એના નાના-નાના ટુકડા કરીને જ્યૂસરમાં જ્યૂસ બનાવી લો. આ પીવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે. સવારે ખાલી પેટ પીવાથી વજન કાબુમાં રહેશે.
પાચનક્રિયામાં સુધારો અને એસિડિટી સુધારો
જો રોજે દૂધીનો રસ પીશો તો પાચનક્રિયા સારી રહેશે. દૂધીના રસમાં સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઈબર બંને પુષ્કળ હોય છે. તેથી તેનો જ્યૂસ પીવાથી કબજિયાત મટે છે અને એસિડીટીને આરામ મળે છે. રોજે દૂધીનો રસ પીવાથી કાયમી કબજિયાતમાં રાહત થાય છે. તેમાં રહેલા હાઈ ફાઈબર પાચનતંત્રને સરખુ રાખે છે. દૂધીનો જ્યૂસ પીવાથી ગેસ અને છાતીમાં બળતરાની તકલીફ મટે છે.