Get The App

મેદસ્વિતાથી પીડિત લોકો માટે ગૂડ ન્યૂઝ, વજન ઘટાડવા માટેની દવાને અમેરિકાએ આપી મંજૂરી

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
મેદસ્વિતાથી પીડિત લોકો માટે ગૂડ ન્યૂઝ, વજન ઘટાડવા માટેની દવાને અમેરિકાએ આપી મંજૂરી 1 - image


US Approves Weight Loss Drug : મેદસ્વિતા જેને સ્થૂળતા પણ કહેવાય છે. આ પણ એક જાતની બીમારી જ છે જેનાથી પીડિત લોકો ભારે ત્રસ્ત રહે છે. હવે મેદસ્વિતાથી પીડાતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ વજન ઘટાડવાની દવાને મંજૂરી આપી છે. તેને ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે. 

કોના માટે તૈયાર કરાઈ આ દવા? 

આ દવા ઊંઘ દરમિયાન શ્વાસની તકલીફથી પીડાતા દર્દીઓ માટે બનાવવામાં આવી છે. આ રોગને OSA તરીકે પણ ઓળખવામાં આવે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ તેને પ્રથમ વખત એન્ટિ-ડાયાબિટીક દવા તરીકે મંજૂરી આપી છે. તે Zepbound (Tirzepatide) તરીકે ઓળખાશે. પુખ્ત વયના લોકોમાં સ્થૂળતા-સંબંધિત OSA ને નિયંત્રિત કરવા માટે આ દવાને મંજૂરી આપવામાં આવી છે. જેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે.

હજુ દવાની કિંમત નક્કી નથી! 

મધ્યમથી ગંભીર OSAની સારવાર હાલમાં મદદરૂપ શ્વસન ઉપકરણો જેમ કે CPAP અને Bi-Pap નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. ઝેપબાઉન્ડ ઉત્પાદક એલોય લિલીએ જણાવ્યું હતું કે જો તમામ મંજૂરીઓ મળી જશે, તો અમે ભારતમાં આ ઈન્જેક્શનને 2025 સુધીમાં Mounjaro બ્રાન્ડના નામ હેઠળ લોન્ચ કરીશું. દવાની કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી.

મેદસ્વિતાથી પીડિત લોકો માટે ગૂડ ન્યૂઝ, વજન ઘટાડવા માટેની દવાને અમેરિકાએ આપી મંજૂરી 2 - image





Google NewsGoogle News