Get The App

ભારત જ નહી દુનિયામાં ગોલ્ડન મિલ્કનો ક્રેઝ કેમ વધતો જાય છે ?

હળદરવાળું દૂધ યૂરોપ અને અમેરિકાના કોફી શોપમાં પણ મળે છે

ભારત વિશ્વમાં કુલ હળદર ઉત્પાદનનો ૭૮ ટકા હિસ્સો ધરાવે છે

Updated: Oct 22nd, 2019

GS TEAM

Google News
Google News
ભારત જ નહી દુનિયામાં ગોલ્ડન મિલ્કનો ક્રેઝ કેમ વધતો જાય છે ? 1 - image


ગોલ્ડન મિલ્ક શબ્દ આમ તો રુપકની રીતે વપરાય છે પરંતુ ખરેખર તેની ચમકરિક અસર થતી હોવાથી ગોલ્ડન મિલ્કનું સમગ્ર દુનિયાને ઘેલું લાગ્યું છે. દૂધમાં હળદર નાખવાથી સફેદ દૂધ ગોલ્ડન બને છે. ભારતીય લોકો સદીઓથી સફેદ મિલ્કને ગોલ્ડન બનાવીને આરોગ્ય માટે ઉપયોગ કરે છે. એક સમયે દાદીમાંના નૂસખામાં ખપતું આ ગોલ્ડન મિલ્ક હવે મોર્ડન હેલ્થ થેરાપીમાં પણ વખણાવા લાગ્યું છે. ભારતીયો માટેનું હળદરવાળું દૂધ યૂરોપ અને અમેરિકાના લોકો માટે ગોલ્ડન મિલ્ક બન્યું છે જેની લોકપ્રિયતા સતત વધતી જાય છે. હવે તો ઘણા કોફી શોપમાં પણ વેચાવા લાગ્યું છે. 

ભારતીયો માટે હળદર એ કોઇ નવી વાત નથી. મોટે ભાગે દરેક દાળ અને સબ્જીમાં નાખવામાં આવે છે. આ ઉપરાંત આર્યુવેદમાં પણ હળદરના અનેક ગુણો સમજાવવામાં આવ્યા છે. હળદર એન્ટી ઓકિસડેન્ટ અને એન્ટી ફંફલામેટરી તરીકે ફેમસ બની છે. શરીરમાં ચેપ અને સોજા મટાડવામાં કામ આવે છે. કેન્સર, હ્વદય રોગ,અનેક સંશોધનોમાં બહાર આવ્યું છે. ભારતમાં સાંધાના દુખાવા અને હાકકાની ઇજ્જા થાય હળદનો લેપ સર્વ માન્ય ઉપાય છે. હળદરની લોક્પ્રિયતા વધતી જાય છે એ જ બતાવે છે તેમાં રહેલા અકસીર તત્વો શરીરને ફાયદો કરે છે. કેટલાક સંશોધનોમાં બહાર આવ્યું છે હળદરમાં એન્ટી ઓકિસડેંટ તત્વ હોય છે જે ગભરામણ, લોહીનું દબાણ અને પાચન સંબંધી સમસ્યાને નિયંત્રણમાં રાખે છે. હળદરમાં જોવા મળતા ટર્મેનોર તત્વ નર્વસ સિસ્ટમને ખૂબ ફાયદો કરે છે. ઘણા દેશોમાં હળદર દૂધ, ખાંડ અને આદુ ભેળવીને પણ પીવામાં આવે છે. તેમ છતાં કેટલાક ન્યૂટ્રીનિસ્ટનું માનવું છે કે ગોલ્ડન મિલ્કની અસરકારકતા પારખવા માટે હજુ વધુ સંશોધનોની જરુરીયાત છે.

ભારત  વિશ્વમાં  હળદર ઉત્પાદનનો ૭૮ ટકા હિસ્સો ધરાવે છે


ભારત જ નહી દુનિયામાં ગોલ્ડન મિલ્કનો ક્રેઝ કેમ વધતો જાય છે ? 2 - image

વિશ્વમાં દર વર્ષે ૧૧ લાખ ટન હળદરનું ઉત્પાદન થાય છે જેમાં ભારત, ચીન, નાઇજીરિયા, મ્યાનમાર, બાંગ્લાદેશ અને ભારત આગળ પડતા દેશો છે. ભારત  વિશ્વમાં થતા કુલ હળદર ઉત્પાદનનો ૭૮ ટકા હિસ્સો ધરાવે છે. ભારતમાં વિશ્વમાં સૌથી હળદરનો વપરાશ થાય છે. માત્ર ખોરાક જ નહી બ્યૂટી ઉત્પાદનો અને એન્ટી એજિંગ પ્રોડકટસમાં પણ હળદરનો ઉપયોગ થાય છે. વિશ્વના બજારમાં ૧૦૭૩૦૦ ટન હળદરનો વેપાર થાય છે જેમાં ભારત ૨૦ હજાર ટનથી વધુ હળદરની નિકાસ કરે છે. 

Tags :