Get The App

જાણો, શિમલા મિર્ચથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે...

Updated: Dec 28th, 2020

GS TEAM

Google News
Google News
જાણો, શિમલા મિર્ચથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે... 1 - image

નવી દિલ્હી, તા. 28 ડિસેમ્બર 2020, સોમવાર 

શિમલા મિર્ચનો ઉપયોગ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં કરવામાં આવે છે. શિમલા મિર્ચ વિટામિનથી ભરપૂર હોય છે. વિભિન્ન ઔષધીય ગુણોની સાથે શિમલા મિર્ચ કેટલીય બીમારીઓનો એક અસરકારક ઇલાજ છે. આ પોતાના કેટલાય સ્વાસ્થ્ય લાભ માટે ઓળખાય છે. જાણો, શિમલા મિર્ચથી મળતા સ્વાસ્થ્ય લાભ વિશે... 

આંખો અને ત્વચાનું ધ્યાન રાખો

શિમલા મિર્ચનું સેવન ત્વચાને સાફ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ ચહેરા પર થતા ખીલને અટકાવે છે. મરચામાં વિટામિન A હોય છે, જે આંખો માટે સારા હોય છે અને આંખોની બીમારીઓને અટકાવવામાં મદદ કરે છે. 

હૃદય માટે લાભદાયી

લાલ શિમલા મિર્ચમાં રહેલ લાઇકોપીન એક ફાઇટોન્યૂટ્રિયેન્ટ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ વનસ્પતુ ફોલેટ અને વિટામિન બી 6નો એકસ્ત્રોત છે. જે હોમોસિસ્ટીનના પ્રમાણને ઓછું કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. 

પાચનને સુધારે

શિમાલા મિર્ચ ખાવાથી તમારું ફેટ બર્ન કરવા અને વજન ઓછું કરવામાં મદદ મળશે. તેની સાથે તમારા પાચનમાં પણ સુધારો થશે. 

વાળને સ્વસ્થ રાખે છે

શિમલા મિર્ચ વાળનો ગ્રોથ વધારવામાં ખૂબ જ મદદરૂપ છે. આ વાળને ખરતાં અટકાવે છે અને તમારા વાળને ભરાવદાર બનાવવામાં મદદ કરે છે. 

કેન્સરનું જોખમ ઓછુ કરે છે

શિમાલા મિર્ચ કેન્સરના જોખમને ઓછુ કરે છે કારણ કે તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી પોષક તત્ત્વ અને એન્ટીઑક્સીડેન્ટ હોય છે. તેના સેવનથી શરીરમાં કેન્સર સેલ્સ વિકસીત થઇ શકતા નથી. વિશેષજ્ઞો અનુસાર દરરોજ શિમલા મિર્ચનું સેવન કરવાથી કેન્સર જેવી જોખમકારી બીમારીનું જોખમ ટળી જાય છે. 

ઈમ્યૂનિટી વધારવામાં મદદરૂપ થાય છે

શિમલા મિર્ચ શરીરની ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરે છે. ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત કરવાની સાથે-સાથે શિમલા મિર્ચ મગજને તેજ બનાવવામાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે. 

Tags :