એક ફળ, જે રાખશે તમારી શુગરને કંટ્રોલમાં
શુગર દુનિયામાં ફેલાયેલી એવી બીમારી છે જે એકવાર થઇ જાય તો પછી પીછો નથી છોડતી, તો પછી આનાથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય. આ માટે તમારી દવાની સાથે જ ખાણીપીણીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે.
ડૉક્ટર્સનું કહેવું છે કે જો તમે આ બીમારીને કંટ્રોલમાં રાખવા માગતા હોવ તો રોજે સવારે ફળો ખાવાં જોઈએ. જેમાં સફરજનને સૌથી સારું ફળ માનવામાં આવે છે. સફરજન સ્વાસ્થ્ય માટે સૌથી સારું ફળ છે. રોજ એક સફરજન ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.
સફરજનમાં શરીર માટે ફાયદાકારક ફાઈબર હોય છે. તેને ખાવાથી અલ્જાઈમરથી લઇને કેન્સર અને ટ્યૂમર જેવી બીમારીઓ થતી નથી. રિસર્ચમાં જાણવામાં મળ્યું છે કે સફરજનના જ્યૂસથી અલ્જાઈમર અટકે છે. સફરજનનનો જ્યૂસ મગજ માટે ઉત્તમ છે અને પેનક્રિયાજ કેન્સરનું જોખમ ઘટાડે છે. અમેરિકાના કેન્સર રિસર્ચના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સફરજન ખાવાથી અગ્નાશયના કેન્સરનું જોખમ 23 ટકા જેટલું ઘટે છે. તેને ખાવાથી ડાયાબિટીસ-2 નું જોખમ પણ ઘટાડે છે. સફરજન ખાતી મહિલાઓને સફરજન ના ખાતી મહિલાઓ કરતાં ડાયાબિટીસ ટાઇપ-2નું જોખમ 28 ટકા ઓછું હોય છે. તેથી જ અનેક રોગોને દૂર ભગાડતાં સફરજનને રોજ ખાવાની સલાહ આપવામાં આવે છે.