જાણી લો, જોખમી છે ફૂડ પોઈઝનિંગ બેક્ટેરિયા
ફૂડ પોઇજનિંગનું કારણ બનતા બેક્ટેરિયા આંતરડામાં સોજો લાવી શકે છે. કેનેડા કેઓન્ટેરિયો વિવિમાં થયેલી શોધ અનુસાર એડ્રેન્ટ ઇન્વેજિવ ઈ-કોલી બેક્ટેરિયા પેટમાં સોજો લાવે છે. આ કોલોરેક્ટલ કેન્સરનું જોખમ પણ વધારે છે. રિસર્ચ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ફૂડ પોઈઝનિંગ વખતે શરીરમાં રહેલા બેક્ટેરિયા બીમારી મટે પછી પણ ટકી રહે છે. આવામાં એવી દવાઓની જરૂર છે જે એને સંપૂર્ણપણે શરીરની બહાર કાઢીને પેટને રોગમુક્ત કરી શકે.
ફૂડ પોઈઝનિંગથી કેવી રીતે થાય
- ખાવામાં લાપરવાહી રાખવાથી ફૂડ પોઈઝનિંગ થઇ શકે છે.
- રસ્તાપર ખુલ્લામાં કે ગંદકીવાળી જગ્યાએ મળતો ખોરાક ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે.
- વધારે તાપમાનને લીધે ખોરાકમાં બેક્ટેરિયા ઝડપથી વિકસે છે અને ફૂડ પોઈઝનિંગ થાય છે.