Updated: May 20th, 2023
Image Source: Freepik
અમદાવાદ, તા. 20 મે 2025 શનિવાર
આજના સમયમાં આપણા સ્ક્રીન ટાઈમનો કોઈ અંત નથી. આવી આદતો બાદમાં આંખોમાં થાક, શુષ્કતા અને ખેંચાણનું કારણ બની શકે છે. શું હવે તમે પોતાની આંખોને લઈને ચિંતિત છો, તો આરામ કરો. ચિંતા કરવાની જરૂર નથી. આંખો માટે સરળ કસરત છે જેને
આપણે આપણી દ્રષ્ટિમાં સુધારો કરવા અને આંખોના તણાવને ઓછો કરવા માટે પોતાની દૈનિક દિનચર્યામાં સામેલ કરી શકીએ છીએ. આ અભ્યાસોમાં માંસપેશીઓનું ખેંચાણ અને મજબૂતી સામેલ છે જે આંખોની ગતિ અને ફોકસને નિયંત્રિત કરે છે. આંખોમાં લોહીના પ્રવાહમાં સુધારો કરે છે અને આંખોમાં તણાવ ઘટાડે છે.
પામિંગ
પામિંગ એક સરળ કસરત છે જે તમારી આંખોને આરામ આપવા અને આંખોના તણાવને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ કસરતને કરવા માટે ટેબલ પર પોતાની કોણીના સહારે આરામદાયક સ્થિતિમાં બેસી જાવ. પોતાના હાથોને ગરમ કરવા માટે એક સાથે રગડો અને પછી પોતાની હથેળીઓને પોતાની આંખો પર રાખો, પોતાની આંગળીઓને પોતાના માથા પર ઓવરલેપ કરતા પોતાની આંખો બંધ કરો અને અમુક મિનિટ માટે ઊંડા શ્વાસ લો, જેનાથી તમારી આંખો આરામ કરી શકે.
પલક ઝબકાવવી
પલક ઝબકાવવાથી તમારી આંખોમાં ભીનાશ જળવાઈ રહે છે અને ડ્રાયનેસ ઓછી થાય છે. જ્યારે તમે કોઈ સ્ક્રીનને જોવો છો કે લાંબા સમય સુધી કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તમે આંખ ઓછી પલકાવો છો, જેનાથી તમારી આંખો શુષ્ક અને તણાવગ્રસ્ત થઈ જાય છે. પોતાની આંખોમાં ભીનાશ જાળવી રાખવા માટે બસ 20 મિનિટમાં અમુક સેકન્ડ માટે ઝડપથી ઝબકાવો.
આઠનો આંકડો
આ કસરત આંખોના કોડિનેશન અને લચીલાપણામાં સુધારો કરવાની એક શાનદાર રીત છે. પોતાની સામે લગભગ 10 ફૂટની અંદર પર આઠની આકૃતિની કલ્પના કરો. પોતાની આંખોથી આઠની આકૃતિને પહેલા clockwise દિશામાં અને પછી anticlockwise દિશામાં જુઓ. અમુક મિનિટ માટે આવુ કરો અને પછી કોઈ અન્ય વસ્તુ પર સ્વિચ કરો. જેમ કે નજીકની બાકી કે દરવાજાનું હેન્ડ અને કસરતને બેવડો.
આઈ-ફ્લેક્સિંગ
આઈ ફ્લેક્સિંગ આંખોમાં બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરવા અને આંખોના તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. પોતાની આંખો બંધ કરો પછી તેને પહોળી ખોલો. અમુક સેકન્ડ માટે આવુ કરો અને પછી પોતાની આંખોને ઉપર અને નીચે, ડાબે અને જમણે અને ત્રાસી, પોતાના માથાને હલાવ્યા વિના ફેરવો.
નજીક અને દૂર ફોકસિંગ
નિયર એન્ડ ફાર ફોકસિંગ એક એવી કસરત છે જે આંખોની માંસપેશીઓની લચીલાપણાને સારુ બનાવવા અને આંખોના તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. આ એક્સરસાઈઝને કરવા માટે એક પેન કે પેન્સિલને હાથની લંબાઈ પર પકડો અને અમુક સેકન્ડ માટે તેની પર ધ્યાન કેન્દ્રિત કરો. પછી પોતાનું ધ્યાન દૂરના અંતરની વસ્તુ પર કેન્દ્રિત કરો, જેમ કે કોઈ વૃક્ષ કે કોઈ મકાન. અમુક સેકન્ડ માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો અને પછી પેન કે પેન્સિલ પર પાછા જુઓ.