Image Source: Freepik
અમદાવાદ, તા. 26 ઓગસ્ટ 2023 શનિવાર
કાચી ડુંગળી આપણા આરોગ્ય માટે ઘણા પ્રકારે કામ કરી શકે છે. આ સલ્ફર, પોટેશિયમ અને ઝિંક જેવા ઘણા તત્વોથી ભરપૂર છે જે તમારા આરોગ્ય માટે ઘણા પ્રકારે કારગર છે. પહેલા તો આ તમારા બ્લડ વેસેલ્સને સાફ રાખે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય આ તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે અને પછી ઘણી બીમારીઓથી બચાવમાં મદદગાર છે પરંતુ આ ફાયદાને છોડીને માત્ર કાચી ડુંગળી ખાવાની વાત કરીએ તો તેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવશે. કાચી ડુંગળી ખાધા બાદ તેનો રસ મોંઢાના બેક્ટેરિયાની સાથે મળીને એક અજીબ દુર્ગંધ છોડે છે જેનાથી તમે પરેશાન થઈ શકો છો. દરમિયાન આ ટિપ્સ ડુંગળી ખાધા બાદ મોઢામાંથી આવતી દુર્ગંધથી બચાવી શકે છે.
ડુંગળી ખાધા બાદ મોઢામાંથી આવતી દુર્ગંધને કેવી રીતે દૂર કરશો
1. ભોજન પહેલા ડુંગળીને લીંબુ કે સરકામાં ડૂબોડીને રાખો
જો તમે દરરોજ ભોજન પહેલા કાચી ડુંગળી ખાવ છો, તો તમારે જમ્યા પહેલા લીંબુના રસમાં ડુંગળીને પલાળીને રાખવી જોઈએ. આ સિવાય તમે સરકામાં પણ ડુંગળીને પલાળીને રાખી શકો છો અને તમે આવુ હોટલમાં ભોજન જમતી વખતે જોયુ પણ હશે. આવુ કરવુ તેની દુર્ગંધ અને એક્ટિવ ઈન્ગ્રીડિએન્ટ્સને ન્યૂટ્રલાઈઝ કરવામાં મદદ કરી શકે છે. આનાથી જ્યારે પણ તમે ડુંગળી ખાશો તો તમારા મોઢામાંથી દુર્ગંધ આવશે નહીં.
2. વરિયાળી ચાવવી
કાચી ડુંગળી ખાધા બાદ વરિયાળીનું સેવન આ દુર્ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે. વરિયાળી કેટલાક એરોમેટિક ગુણોથી ભરપૂર છે અને આને ચાવવાથી મોઢાની લાળમાં બેક્ટેરિયલ ગતિવિધિઓમાં પરિવર્તન આવે છે જેનાથી ડુંગળીની દુર્ગંધ જતી રહે છે અને તમારા શ્વાસમાં વરિયાળીની સારી સુગંધ આવે છે.
3. ઈલાયચી ચાવવી
ઈલાયચી એક એવી વસ્તુ છે જે તમારી ઓરલ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. ભોજન બાદ ઈલાયચી ખાવી ન માત્ર તમારા પાચન એન્જાઈમ્સને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ છે પરંતુ આ તમારા મોઢામાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરી શકે છે. આ તમારા મોઢાને સ્વચ્છ કરીને બેક્ટેરિયલ ગતિવિધિઓને શાંત કરી શકે છે. સાથે જ આ તમારા શ્વાસમાંથી ડુંગળીની દુર્ગંધને દૂર કરે છે જેનાથી તમારા મોઢામાંથી ડુંગળીની દુર્ગંધ આવતી નથી.


