આ 11 ટિપ્સ ફોલો કરવાથી ઘટાડી શકાય છે સ્ક્રીન ટાઈમ, જાણો તેના ફાયદા

Image Source: Freepik
અમદાવાદ, તા. 16 જૂન 2023 શુક્રવાર
વર્ક ફ્રોમ હોમ કરતા મોટા ભાગના લોકો અનુભવી રહ્યા છે કે તેમનો આખો દિવસ સ્ક્રીન સામે જ પસાર થાય છે. પહેલા તે આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરે છે અને પછી ઝૂમ પર મીટિંગ કે મનોરંજન માટે ટીવી જોવે છે. હંમેશા તેઓ સ્ક્રીન સામે જ હોય છે. મહામારીના સમયમાંથી લોકો ઘરમાંથી બહાર નીકળતા નહોતા અને શિયાળામાં પણ ઘરની બહાર નીકળવુ વધુ ઓછુ થઈ ગયુ છે. દરમિયાન ડિવાઈસ સાથે અને સ્ક્રીન ટાઈમ વધતો જ જઈ રહ્યો છે. તેથી સ્ક્રીન ટાઈમને નિયંત્રિત કરવુ ખૂબ જરૂરી છે કેમ કે સ્ક્રીન ટાઈમ વધુ થઈ જવાથી આંખોમાં સમસ્યા અને માથાના દુખાવાની તકલીફ થઈ શકે છે. અનિદ્રા, ડિપ્રેશન અને એન્ઝાઈટીની પણ આશંકા રહે છે.
1. પોતાની ઉપર દયા કરો
જો તમે ઘરેથી કામ કરી રહ્યા હોવ તો તમે સ્ક્રીનથી સંપૂર્ણ દૂર રહી શકતા નથી કારણ કે કામ સાથે જ મીટિંગ અને સહકર્મી સાથે વાત માટે આની મદદ જોઈએ. પરંતુ તમારે સ્ક્રીન ટાઈમ ઓછો કરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ, જેમ કે બ્રેક સમયે સ્ક્રીનથી દૂર રહો.
2. તમે ક્યાં-કેટલો સમય વાપરો છો
જો તમે તમારી ટેવ બદલવા ઈચ્છો છો તો પહેલા તમે એક અઠવાડિયા સુધી ધ્યાન રાખો કે તમે તમારો સમય ક્યાં વાપરો છો. તેનાથી તમને જાણ થશે કે તમારો કોમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રીનની સામે કેટલો સમય પસાર થાય છે. આ માટે તમે ટાઈમિંગ એપની પણ મદદ લઈ શકો છો. આ સિવાય ટીવીના સમયને નોંધો. જે બાદ તે બાબતોને જુઓ જેને તમે સરળતાથી ઓછી કરી શકો છો, જેમ કે ઓનલાઈન શોપિંગ, ટ્વીટર પર વધુ સમય પસાર કરવો.
3. સ્ક્રીન ટાઈમને પોતાની પ્રાથમિકતાઓ સાથે જોડો
સ્ક્રીન પર પસાર કરાતો બધો સમય સમાન હોતો નથી. તેથી ધ્યાન રાખો કે તમારી નોકરી અને અંગત જીવનના હિસાબે કયા કામ જરૂરી છે. તમારા માટે ઘરે વીડિયો કોલ કરવો જરૂરી હોઈ શકે છે પરંતુ તમે ઈન્સ્ટાગ્રામની તસવીરો જોવાની આદતો છોડી શકો છો.
4. કયા કાર્યો સ્ક્રીન વિના થઈ શકે છે
તમે પોતાના સહકર્મીઓ સાથે ફોન કોલ પર વાત કરી શકો છો. જો તમારે કોઈ ટ્રેનિંગ આપવી હોય તો તમે વારંવાર લોકોને ઝૂમ પર વાતો જણાવ્યા કરતા તેનો વીડિયો બનાવી શકો છો. વિચારવાની કે રણનીતિ બનાવવાનું કોઈ કામ હોય તો તમે કોમ્પ્યુટર સ્ક્રીનથી દૂર રહી શકો છો.
5. નોટિફિકેશન બંધ કરી દો
આપણે સૌ ઘણી બધી નોટિફિકેશનની સેટિંગ ઓન રાખીએ છીએ અને ફોન વાઈબ્રેટ થવાથી વારંવાર ચોંકી જઈએ છીએ. તેથી કામના સમયે કે તે બાદ ક્યારેય પણ નોટિફિકેશન ઓન હોવી જોઈએ નહીં. આનાથી વારંવાર તમારુ ધ્યાન ભટકે છે અને કામમાં વધુ સમય લાગી જાય છે. તેથી તમારા બોસ અને અતિ-જરૂરી લોકો સિવાય તમામનું નોટિફિકેશન ઓફ રાખો.
6. સ્ક્રીન ફ્રી બ્રેક
કામ કરતી વખતે પણ દર 40 મિનિટે એક સ્ક્રીન ફ્રી બ્રેક જરૂર લો. બ્રેકમાં ફેસબુક કે ગૂગલ ન્યૂઝ વાંચવાના બદલે થોડુ ચાલો જ્યારે પણ નાસ્તો કે જમી રહ્યા હોય ત્યારે સ્ક્રીનથી સંપૂર્ણપણે દૂર રહેવુ જોઈએ.
7. ઘરેથી બહાર ચાલવા જાવ.
8. પોતાના ઘરમાં ડિવાઈસ ફ્રી એરિયા બનાવો. ખાસકરીને સૂવાના રૂમમાં કોઈ ગેજેટ હોવા જોઈએ નહીં.
9. એક સમયે એક જ સ્ક્રીન જુઓ. કામ કરતી વખતે ટીવી કે મોબાઈલ ન જુઓ.
10. એવી ગેમ રમો જેનાથી ટેકનોલોજીથી દૂર રહી શકાય.
11. સોશિયલ મીડિયાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનું શીખો.

