Get The App

કેન્સરને નજીક પણ નહીં ફરકવા દે આ બીજ, કેટલીયે બીમારીઓનું રામબાણ ઈલાજ, ફાયદાઓ જાણીને ચોંકી જશો

અળસીના બીજથી કોલેસ્ટ્રોલને પણ કન્ટ્રોલ કરી શકાય છે

અળસીના બીજથી કોલેસ્ટ્રોલને પણ કન્ટ્રોલ કરી શકાય છે

Updated: Jun 28th, 2023

GS TEAM


Google News
Google News
કેન્સરને નજીક પણ નહીં ફરકવા દે આ બીજ, કેટલીયે બીમારીઓનું રામબાણ ઈલાજ, ફાયદાઓ જાણીને ચોંકી જશો 1 - image
Image Envato

તા. 28 જૂન 2023, બુધવાર 

આપણે ત્યા એવા કેટલાય વસ્તુઓ છે કે જુના જમાનામાં લોકો તેનો ઉપયોગ કરી નિરોગી રહેતા હતા. તેમને ક્યારેય કોઈ મોટા રોગ થતા નહોતા. આજકાલ દોડધામ ભરી જીદંગીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ નથી રહ્યા. એટલે વિવિધ પ્રકારની બીમારીઓ થતી હોય છે  પહેલાના લોકો અળસીનો ઉપયોગ કરતા અને તેમાથી ઘણી બીમારીઓમા રાહત મેળવતા હતા. હાલમાં જ અળસીના બીજ પર પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમા તેના ચમત્કારિક ગુણ જોવા મળ્યા હતા. અળસીમા  કેટલીય પ્રકારના તત્વો જોવા મળ્યા છે. જેમાં એન્ટીઓક્સીડેન્ટસ હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલ્સથી બચાવે છે. 

અળસીમાં રહેલા તત્વો વિશે વાત કરીએ તો, માત્ર 7 ગ્રામ અળસીના બીજ 37 કેલરી ઉર્જા મળે છે. તેની સાથે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ, થાઈમીન, કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ, ઝિંક, વિટામિન બી 6, આયર્ન, ફોલેટ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો રહેલા હોય છે.  અળસીના બીજ કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટીસને બચાવે છે. આ ઉપરાંત તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થયેલ છે. 

આ રીતે અળસી કેન્સરથી બચાવે છે

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે અળસીના બીજમાં પ્લાન્ટ કમ્પાઉન્ડ લિજનેસ હોય છે. પબમેડ સેન્ટ્રલ જર્નલ અનુસાર અભ્યાસમાં જાણવા મળ્યું છે કે  લિજનેસમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. અળસીના બીજ આ બાબતમાં એટલા બધા શક્તિશાળી છે કે તેમાં અન્ય છોડના બીજ કરતાં 75 થી 800 ગણું વધુ લિજનેસ રહેલુ હોય છે. આ જ કારણ છે કે અળસીના બીજનું સેવન કરવાથી શરીરમાં કેન્સરને નાથવામાં સરળતા રહે છે. અળસી પર થયેલા કેટલાક અભ્યાસોમાં સ્પષ્ટપણે સાબિત થયું છે કે અળસીના બીજના સેવનથી સ્તન કેન્સર થતુ નથી, ખાસ કરીને મેનોપોઝ પછી કેન્સર થતું નથી. પ્રાણીઓ અને ટેસ્ટ ટ્યુબમાં થયેલા  અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અળસીના બીજમાં કોલોન કેન્સર, સ્કીન કેન્સર, બ્લડ કેન્સર, ફેફસાંના કેન્સર સહિતના ઘણા કેન્સરને રોકવાની ક્ષમતા હોય છે.

સુગર પણ કંટ્રોલમાં રહે છે

અળસીના બીજ બ્લડ સુગરને પણ કન્ટ્રોલ કરવામાં સફળતા મળે છે.  નિષ્ણાતોના કહેવા પ્રમાણે અળસી પર થયેલા કેટલાક અભ્યાસો પ્રમાણે જાણવા મળ્યું છે કે અળસીના બીજ બ્લડ સુગરને પણ કન્ટ્રોલ કરે છે અને ઇન્સ્યુલિન રેજિસ્ટેંસથી  પણ બચાવે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કારણે બ્લડ સુગર લેવલ વધે છે. અળસીના બીજમાં ભરપૂર માત્રામાં દ્રાવ્ય ફાયબર હોવાથી તે બ્લડ સુગરને ઘટાડે છે. એવામાં જો ટાઇપ 2 ડાયાબિટીસવાળા લોકો ફ્લેક્સસીડનું સેવન કરે છે, તો તે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. આમ અળસી વિવિધ રીતે ફાયદા કારક હોય છે અને એટલે તો અળસીને લોકો જમ્યા પછી લેતા હોય છે. 

Tags :