સવારે ખાલી પેટ લસણ ખાવાના 5 ફાયદા, આમ કરો સેવન
અમદાવાદ, તા. 13 સપ્ટેમ્બર 2018 ગુરુવાર
લસણ ખાવાના અનેક ફાયદાઓ છે. આયુર્વેદમાં તો લસણને ઔષધિ માનવામાં આવે છે. કહેવાય છે કે કોઈને કોઈ રીતે લસણને પોતાના રોજિંદા ડાયેટમાં અવશ્ય સ્થાન આપવું જોઈએ. પરંતુ સવારે ખાલી પેટે લસણ ખાવાથી તેના અનેકગણા લાભ મળે છે.
1. હાઈ બીપીથી છુટકારો
લસણ ખાવાથી હાઈ બીપીમાં આરામ મળે છે. તેના સેવનથી બ્લડ સર્ક્યુલેશન કંટ્રોલમાં રહે છે. હાઈબીપીની સમસ્યા હોય એ લોકોને રોજ સવારે ખાલી પેટ લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે.
2. ગાયબ થાય છે પેટની બીમારીઓ
ડાયેરિયા અને કબજિયાત જેવી પેટની ઘણી બીમારીના ઈલાજમાં લસણ બહુ ઉપયોગી છે. પાણી ઉકાળીને એમાં લસણની કળીઓ નાંખી દો. નરણાં કોઠે આ પાણી પીવાથી ડાયેરિયા અને કબજિયાતમાં આરામ મળે છે.
3. હૃદય તંદુરસ્ત રહેશે
લસણ હૃદયની તકલીફોને દૂર કરે છે. લસણના સેવનથી લોહી ગંઠાતુ અટકે છે પરિણામે હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે.
4. પાચન સુધરશે
ખાલી પેટ લસણની કળીઓ ચાવી જવાથી તમારું પાચન સારી રીતે થાય છે અને ભૂખ પણ ખુલે છે.
5. શરદી-ખાંસીમાં રાહત
લસણ ખાવાથી શરદી, સળેખમ, ખાંસી, અસ્થમા, ન્યુમોનિયા અને બ્રોન્કાઈટિસની સારવારમાં લાભ થાય છે.