Get The App

આ મસાલો દૂર કરશે શરદી, ઉધરસ, ગેસ, અપચો બધું જ... જાણો લાભ વિશે વિગતવાર

Updated: Jan 23rd, 2020

GS TEAM


Google News
Google News
આ મસાલો દૂર કરશે શરદી, ઉધરસ, ગેસ, અપચો બધું જ... જાણો લાભ વિશે વિગતવાર 1 - image


નવી દિલ્હી, 23 જાન્યુઆરી 2020, ગુરુવાર

વરીયાળીનો ઉપયોગ દરેક ઘરમાં મુખવાસ તરીકે થાય છે. વરીયાળી ખાવાથી મોંમાંથી દુર્ગંધ દૂર થાય છે અને સ્વાદ સુધરે છે. આ સિવાય વરીયાળી શરીરને લાભ પણ કરે છે. વરીયાળીને મસાલાનો રાજા કહેવાય છે.

આ મસાલો દૂર કરશે શરદી, ઉધરસ, ગેસ, અપચો બધું જ... જાણો લાભ વિશે વિગતવાર 2 - imageવરીયાળીનું સેવન શરીરમાંથી નાની મોટી બીમારીઓ દૂર થવાનું કારણ બને છે. વરીયાળીનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીએ તમને. 

પેટની તકલીફો દૂર કરવી હોય તો વરીયાળીનો પાવડર પીસી લેવો અને રોજ સવારે પાણી સાથે તેનું સેવન કરવું. તેનાથી કબજિયાત, એસિડીટીની સમસ્યા દૂર થાય છે. જો ભૂખ વધારે લાગતી હોય અને ઓવર ઈટિંગ થતું હોય તો વરીયાળીના પાવડરને દહીંમાં ઉમેરી દિવસમાં ત્રણવાર ખાવું.

આ મસાલો દૂર કરશે શરદી, ઉધરસ, ગેસ, અપચો બધું જ... જાણો લાભ વિશે વિગતવાર 3 - imageઅપચાની તકલીફ રહેતી હોય તો વરીયાળીને પાણીમાં ઉકાળી ગાળી લો. આ પાણીને હુંફાળુ હોય ત્યારે પી લેવું. ઉનાળામાં વરીયાળીને પીસી તેનો લેપ બનાવી માથા પર લગાવવાથી શરીરની ગરમી દૂર થાય છે. 

ઉલટી, ઉબકાની તકલીફ રહેતી હોય તેમના માટે પણ વરીયાળી ઉત્તમ દવા છે. તેના માટે વરીયાળીના પાનનો રસ પાણીમાં ઉમેરી દર્દીને આપવો.

આ ઉપરાંત રોજની રસોઈમાં પણ તમે વરીયાળીનો ઉપયોગ કરી શકો છો. 

વારંવાર થતી શરદીની તકલીફ દૂર કરવી હોય તો વરીયાળી અને લવિંગનો ઉકાળો બનાવી પીવો. 

જેને ધૂમ્રપાનની આદત હોય તેમણે પણ વરીયાળીનું સેવન કરવું જોઈએ. વરીયાળીમાં ઘી ઉમેરી પીવાથી ધૂમ્રપાનની તલબ દૂર થાય છે.

આ મસાલો દૂર કરશે શરદી, ઉધરસ, ગેસ, અપચો બધું જ... જાણો લાભ વિશે વિગતવાર 4 - imageવરીયાળી અને સાકરને સમાન માત્રામાં ઉમેરી તેનું ચૂર્ણ બનાવો અને રોજ આ ચૂર્ણનું સેવન સવારે અને રાત્રે કરવું. આ ચૂર્ણથી યાદશક્તિ વધે છે. 


Tags :