ઇન્દોરમાં આઇસીયુની ચાવી ન મળતા મહિલા દર્દીનું સારવારના અભાવે મોત
55 વર્ષની મહિલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી હતી.
ચાવી શોધવામાં સમય બગડતા મહિલાનું એમ્બ્યુલન્સમાં જ મોત થયું
ઇન્દોર,5 એપ્રિલ, 2020, રવીવાર
દેશમાં કોરોના વાયરસ સામે લડવાની એકતા પ્રદર્શિત કરવા માટે રાત્રે 9 વાગ્યાથી 9 મીનિટ સુધી દિવા પ્રગટાવવાનો અને ઘરોની લાઇટ બંધ કરવાનો ક્રાર્યક્રમ આપવામાં આવ્યો છે પરંતુ મધ્યપ્રદેશના ઉજજૈનમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીનું આઇસીયુંની ચાવી ન મળવાથી મુત્યુ થયું હોવાનો નવાઇ પામે તેવો બનાવ બન્યો છે. મહિલાને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડતા કોરોનાનો ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું. મહિલાને જિલ્લા હોસ્પિટલમાં 3 દિવસ પહેલા ભર્તી કરવામાં આવી હતી પરંતુ તબિયત વધારે ગંભીર જણાતા ડોકટરની સલાહથી કોરોનાના સેમ્પલ સાથે માધવનગરની એક હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. આ હોસ્પીટલ કોવિડ-19 સંક્રમણના કેસોમાં સારવાર માટે તૈયાર કરવામાં આવી છે.
જો કે વધુ સારી અને ઝડપી સારવાર માટે મહિલાને આરડી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. એમ્બ્યૂલન્સ જયારે 55 વર્ષની મહિલાને હોસ્પિટલ પહોંચી ત્યારે આઇસીયૂ વિભાગને તાળું મારવામાં આવેલું હતું, એટલું જ નહી ફરજ પરના કર્મચારી પણ હાજર ન હતા. આવા સમયે આઇસીયુ વિભાગનું તાળું તોડવા પ્રયાસ થયો પરંતુ તેમાં સમય બગડતા મહિલાનું એમ્બ્યુલન્સમાં જ મોત થયું હતું. આ અંગે ઉજજૈનના ચિકિત્સા અધિકારીએ જણાવ્યું કે મૃત મહિલા લોહીના ઉંચા દબાણ અને મધુપ્રમેહની બીમારીની તકલીફ હતી તેના કોરોના સેમ્પલના પરીણામની રાહ જોવાઇ રહી છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)