ફેટી લિવરના દર્દીઓએ આ 4 શાકભાજીના જ્યૂસનું કરવું જોઈએ સેવન, જડીબુટ્ટીનું કરશે કામ

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
ફેટી લિવરના દર્દીઓએ આ 4 શાકભાજીના જ્યૂસનું કરવું જોઈએ સેવન, જડીબુટ્ટીનું કરશે કામ 1 - image


                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 19 સપ્ટેમ્બર 2023 મંગળવાર

ખરાબ ડાયટ અને લાઈફસ્ટાઈલના કારણે લિવર સંબંધિત બીમારીઓ વધતી જઈ રહી છે. સ્થિતિ એવી છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું લેવલ વધતુ જઈ રહ્યુ છે અને આના કારણે ધમનીઓ અને લિવર સેલ્સની આરોગ્ય પર અસર પડી રહી છે. એટલુ જ નહીં ખરાબ ફેટ લિવર સેલ્સમાં જમા થઈ રહ્યા છે અને તેની ગતિવિધિઓને અસર કરી રહ્યા છે. આ સિવાય લાંબા સમય સુધી આ સ્થિતિ રહેવાના કારણે તમને ફેટી લિવરની બીમારી પણ થઈ શકે છે. દરમિયાન આ શાકભાજીઓનો જ્યુસ પીવો, ડિટોક્સીફાઈંગ એજન્ટની જેમ કામ કરી શકે છે અને તમારા લિવરને હેલ્ધી રાખી શકે છે. 

લિવરને સ્વસ્થ રાખવા માટે કયો જ્યૂસ પીવો જોઈએ

1. કારેલા 

કારેલાનો જ્યૂસ આમ તો ડાયાબિટીસના દર્દીઓ માટે સારો માનવામાં આવે છે પરંતુ લિવરના રોગીઓ માટે પણ આનું સેવન ફાયદાકારક છે. કારેલા તમારા લિવરને સાફ કરવામાં મદદ કરે છે. આ લિવરમાં એન્જાઈમોની એન્ટી-ઓક્સિડેન્ટ ગતિવિધિને મજબૂત કરીને લિવરની વિફળતાથી બચાવી શકે છે. 

2. આદુ 

આદુમાં જિંજરોલ હોય છે જે એક એવુ એન્ટીઓક્સિડેન્ટ છે જે લિવર સંબંધિત ઘણી બીમારીઓથી બચાવમાં મદદરૂપ થઈ શકે છે. આ સિવાય આ સેલ્સમાં જમા ગંદકીને ડિટોક્સ કરે છે અને તે એન્જાઈમ ગતિવિધિઓને ઝડપી કરે છે જેનાથી લિવર ડિટોક્સ કરવામાં મદદ મળે છે. તો તમે આદુનો જ્યૂસ પણ પી શકો છો. આની ગરમી લિવરમાં જમા ગંદકીને ઓગાળી દેશે. 

3. લીંબુ 

લીંબુનો જ્યૂસ પીવો, લિવર સેલ્સમાં જમા ગંદકીને સાફ કરવામાં મદદરૂપ છે. આ વિટામિન સી અને સાઈટ્રિક એસિડથી ભરપૂર છે અને લિવરમાં જમા સેલ્સને ડિટોક્સ કરવામાં મદદરૂપ છે. આ સિવાય આ લિવરના કાર્યને પણ વધારે છે એટલે લિવરને હેલ્ધી રાખવા લીંબુનો રસ જરૂર પીવો જોઈએ. 

4. બીટ 

બીટનો જ્યૂસ હાઈ ફાઈબર અને રફેજથી ભરપૂર હોય છે અને આ પેટનો મેટાબોલિક રેટ વધારે છે. આ સિવાય આ તે એન્જાઈમ્સના પ્રોડક્શનમાં મદદ કરે છે જે લિવર ડિટોક્સ કરવામાં મદદ કરી શકે છે. સાથે જ આ તમારા લિવર સેલ્સને પણ હેલ્ધી રાખે છે અને લિવર સંબંધિત બીમારીઓથી બચાવમાં મદદ કરે છે.


Google NewsGoogle News