હંમેશા રહેતા થાક અને આળસનું કારણ હોય શકે છે આ સમસ્યા, જાણો તેના ઉપાયો
નવી દિલ્હી, 13 નવેમ્બર 2019, બુધવાર
ઓફિસએ જતા કર્મચારી, ગૃહિણીઓ કે અભ્યાસ કરતાં બાળકોમાં સામાન્ય સમસ્યા હોય છે સતત અનુભવાતો થાક અને આળસ. લાંબા સમય સુધી શારીરિક થાક રહે તેમજ માનસિક થાક અનુભવાય તો તેના પ્રત્યે બેદરકારી દાખવવી નહીં. થાકનું સૌથી મોટું કારણ હોય છે ઓછી ઊંઘ. એક રિપોર્ટ અનુસાર દર ત્રણમાંથી એક વ્યક્તિ પુરતી ઊંઘ કરતાં નથી. 18 વર્ષથી વધારેની વયના લોકોએ રોજ 7થી 8 કલાકની ઊંઘ કરવી જરૂરી હોય છે.
આ થાક અને આળસની સમસ્યાને ક્રોનિક ફૈટીગ સિંડ્રોમ કહેવાય છે. આ સમસ્યા એવી સ્થિતિ છે જે છ મહિનામાં કે તેનાથી વધારે સમય સુધી કોઈપણ પ્રકારના સંકેત વિના રહે છે. પરંતુ તેની અસર યાદશક્તિ પર ગંભીર રીતે થાય છે. આમ તો થાકનો કોઈ ઈલાજ નથી તેથી તેના લક્ષણો જોવા મળે તો તેને દૂર કરવા આ કામ કરી શકાય છે.
શારીરિક થાક
આ સ્થિતિમાં વ્યક્તિ તે કામ કરી શકતી નથી જે સામાન્ય દિવસોમાં સરળતાથી થતા હોય. જેમકે દાદર ચઢવા, ચાલવું વગેરે. સ્ટ્રેંથ ટેસ્ટ કરાવી તેનું કારણ જાણી શકાય કે સ્નાયૂની નબળાઈના કારણે નબળાઈ આવી છે કે કેમ.
માનસિક થાક
આ સ્થિતિમાં વ્યક્તિ કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. જે કામમાં ફોકસ કરવાનું હોય તેમાં પણ તેનું મન ભટકે રાખે છે. તેમને કામ કરવા માટે જાગવામાં પણ તકલીફ પડે છે.
થાક માટે જાણવા જેવું
થાક લાગવા પાછળ મેડિકલ કંડિશન્સ અને હેલ્થ પ્રોબ્લેમ પણ જવાબદાર હોય શકે છે. કેટલાક કારણોમાં એનીમિયા, થાયરોઈડ, ડાયાબિટીસ, ફેફસાં અને હૃદયરોગનો સમાવેશ થાય છે. ડાયાબિટીસ જેવી બીમારીનો સમયસર ઈલાજ કરવામાં આવે તો થાક દૂર થાય છે. કેટલાક કિસ્સામાં હેલ્ધી આહાર અને નિયમિત વ્યાયામ પણ કામ લાગી શકે છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
થાકના કારણ
1. માનસિક થાકના કારણોમાં તાણ, દુખ, વ્યસન, ચિંતા, સંબંધોમાં તાણનો સમાવેશ થાય છે. કેટલાક લોકોને ઊંઘ ન આવવાના કારણે પણ માનસિક થાક લાગે છે.
2. નિમોનિયા, અસ્થમા, ક્રોનિક ડિઝીસ, હાર્ટની બીમારી, એસિડ રિફ્લક્સ, ઈંફ્લેમેટરી બાઉલ ડિસીસ, ફેફસા અને પાચન સંબંધીત બીમારીના કારણે પણ થાક અનુભવાય છે.
3. મોડી રાત સુધી કામ કરતાં, મોડી ઊંઘ કરતાં લોકોને પણ થાક લાગે છે. ઊંઘ ન આવવા પાછળ સ્લીપ એપનિયા, નાર્કોલેપ્સી પણ જવાબદાર હોય છે.
4. શરીરમાં દુખાવો હોય તો તેના કારણે પણ દર્દીને રાત્રે ઊંઘ આવતી નથી. આવી સ્થિતિમાં તેઓ દિવસભર થાક અનુભવે છે.
5. વધારે વજન પણ થાકનું કારણ હોય છે. શરીરનું વધારે વજન હોય તો તેનાથી સ્નાયૂ પર દબાણ વધે છે. આ ઉપરાંત વજન ઘટાડવાની કસરતો દરમિયાન પણ વ્યક્તિ થાક અનુભવે છે. જો વજન ઓછું હોય ત્યારે પણ વધારે થાક લાગે છે.
થાકના આ લક્ષણોને અચૂક લેવા ધ્યાનમાં
- સ્નાયૂમાં દુખાવો
- ઉદાસીનતા અને ઉત્સાહની ખામી
- દિવસમાં ઊંઘ આવવી
- નવા કામમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું
- પેટમાં દુખાવો, કબજિયાત અને સોજા
- માથાનો દુખાવો
- ચિડીયાપણું
- આંખમાં ઝાંખું દેખાવું
થાકની સારવાર
દર્દીઓને સામાન્ય રીતે આ સમસ્યામાં ઊંઘની દવા આપવામાં આવે છે. આ ઉપરાંત સ્પેશિયલ થેરાપી પણ આપવી જરૂરી છે. દર્દીને હેલ્ધી ફુડ, નિયમિત વ્યાયામ અને સારી ઊંઘ કરવી જોઈએ. લાંબા સમય સુધી સ્થિતિ સુધરે નહીં તો ડોક્ટરની મદદ લેવી.