શરીરના તલ અને સ્વાસ્થ્ય વચ્ચે છે ખાસ સંબંધ, જાણો શું કહે છે સાયન્સ
નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2019, મંગળવાર
શરીર પર અનેક નાના મોટા તલ હોય છે. ત્વચા પર કાળા કે ભૂરા રંગના તલ જોવા મળે છે. યુવતીના ગાલ, હોઠ જેવી જગ્યાએ તલ હોય તો તે સૌંદર્યનું પ્રતિક બની જાય છે. જ્યારે કાળા મોટા મસા સુંદરતા પર દાગ પણ લગાડે છે.
હિંદૂ સંસ્કૃતિમાં તલના અલગ અલગ શુભ અને અશુભ ફળનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનાથી ધન, સમૃદ્ધી વધે છે તેવા વિધાન પણ કરવામાં આવેલા છે. પરંતુ સાયન્સ કહે છે કે તલનો વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે ખાસ સંબંધ હોય છે. સાયન્સ અનુસાર તલ પિગમેંટ મેલાનિનથી બનેલા હોય છે જે શરીરના અલગ અલગ રંગ માટે જવાબદાર હોય છે. તો ચાલો તલ વિશેના સત્ય વિશે જાણીએ.
પિગમેંટ મેલાનિનનું કારણ
મેલાનિનિ એક પ્રકારનું પિગમેંટ હોય છે જે બોડીના અનેક સેલ્સથી બને છે. તેને મેલાનોસાઈટ્સ કહેવાય છે જે બોડીના રંગ માટે જવાબદાર હોય છે. મેલાનોસાઈટ્સ સૂર્યના પ્રકાશમાં આવે એટલે તલ બની જાય છે. આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોન્સ બદલવાથી પણ તલ થઈ શકે છે.
તલમાંથી નીકળતા વાળ
તલ હોવા તે કોઈ સમસ્યા નથી પરંતુ જો તલમાંથી વાળ ઉગી અને બહાર નીકળે તો તે જોખમી બની જાય છે. માનવામાં આવે છે કે આ વાળ કેન્સર થવાનું કારણ બની શકે છે. પરંતુ મેડિકલ સાયન્સમાં તેને પ્રમાણિત કરવામાં આવ્યું નથી. આ વાળને કાઢી પણ શકાય છે.
ક્યારે થાય છે તલ
શરીરમાં તલ કોઈપણ ઉંમરે થઈ શકે છે. જન્મ સમયે તેમજ 20થી 30 વર્ષ સુધીમાં તલ થઈ શકે છે. જો કે સારી વાત એ છે તલ થાય છે અને જતા પણ રહે છે. ક્યારેક તે ડાર્ક રંગના હોય તો હળવા થતા થતા જતા રહે છે.
કેન્સરનું કારણ
શરીરમાં વધારે તલ હોવા કેન્સરનું કારણ બની શકે છે. તલ શરીર માટે ખતરનાક બની શકે છે. તેને મેલાનોમા કહે છે, તે એક પ્રકારનું ત્વચાનું કેન્સર છે. જો કે આવું 3000થી વધારેમાંથી માત્ર 1ના કિસ્સામાં બને છે. આવું પણ ત્યારે થાય છે જ્યારે શરીર પર 50થી વધારે તલ હોય.
તલ પાછળની માન્યતાઓ
અનેક દેશમાં તલને લઈ અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે. યૂરોપના દેશમાં તલ હોવું એટલે રાક્ષસ કે દાનવની કક્ષા માનવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને બ્યૂટી સીક્રેટ પણ માનવામાં આવે છે. તલના કલર અને આકાર તેમજ તેની જગ્યા અનુસાર પણ માન્યતા પ્રચલિત છે. કહેવાય છે તે તલ જો કોઈના ગળા પર હોય તો તે અઢળક સોનું પ્રાપ્ત કરે છે.