કલાકો સુધી કસરત કરવા છતા નથી ઘટી રહ્યું વજન? તેના પાછળના 6 મોટા કારણ

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
કલાકો સુધી કસરત કરવા છતા નથી ઘટી રહ્યું વજન? તેના પાછળના 6 મોટા કારણ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 05 ફેબ્રુઆરી 2024 સોમવાર

મોટી સંખ્યામાં યુવાનો દરરોજ જિમમાં કલાકો સુધી કસરત કરે છે જેથી તેઓ પોતાનું વજન ઘટાડી શકે અને હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓને પોતાનાથી દૂર રાખી શકે પરંતુ તેમ છતાં અમુક લોકોનું વજન ઘટતુ નથી.  

કલાકો સુધી કસરત કરવા છતા નથી ઘટી રહ્યું વજન? 

અપૂરતુ પ્રોટીનનું સેવન

અપૂરતુ પ્રોટીન માંસપેશીઓની સારસંભાળ અને ભૂખને પ્રભાવિત કરીને વજન ઘટાડવામાં અવરોધ નાખી શકે છે જેનાથી સ્નેકિંગ વધી જાય છે અને ખાણીપીણીનું પ્રમાણ વધી જાય છે.

કોઈક બીમારીનો સંકેત

હાઈપોથાયરાયડિઝ્મ, વિટામિન ડી કે બી-12ની ઉણપ જેમ કે અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓ વજન ઘટાડના પ્રયત્નોમાં અવરોધ નાખી શકે છે તેથી સમયાંતરે મેડિકલ ચેકઅપ જરૂરી છે.

પ્રોસેસ્ડ ફૂડની ટેવ

ઉચ્ચ કેલેરી, ઓછા પોષક તત્વ વાળા પ્રોસેસ્ડ ફૂડ વજન ઘટાડવામાં અવરોધ બની શકે છે કેમ કે તેમાં ઘણી વખત જરૂરી પોષક તત્વોની ઉણપ રહે છે. તેનાથી પેટ પણ સારી રીતે ભરાતુ નથી.

અપૂરતી ઊંઘ

અપૂરતી ઊંઘ ભૂખ સંબંધિત હોર્મોનને અસર કરે છે જેનાથી સંભવિતરીતે વધુ ખાવાની ઈચ્છા વધી શકે છે. તેથી સારી હેલ્થ માટે સારી ઊંઘની સલાહ આપવામાં આવે છે. 

ધીમુ મેટાબોલિઝ્મ

સુસ્ત મેટાબોલિઝ્મ કુશળતાપૂર્વક કેલેરી બર્નને વધુ પડકારપૂર્ણ બનાવી શકે છે. જેનાથી વજન ઘટાડવાની પ્રગતિ અસર થઈ શકે છે.


Google NewsGoogle News