Get The App

દિવસની 6 ચમચીથી વધારે ખાંડ ખાનારને થઈ શકે છે આ ગંભીર બીમારીઓ :WHO

Updated: Nov 30th, 2019

GS TEAM

Google News
Google News
દિવસની 6 ચમચીથી વધારે ખાંડ ખાનારને થઈ શકે છે આ ગંભીર બીમારીઓ :WHO 1 - image


જેનેવા, 30 નવેમ્બર 2019, શનિવાર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ દુનિયાભરના તમામ દેશોના લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં ખાંડ, નમક અને તેલનો ઉપયોગ ઘટાડવા સલાહ આપી છે. WHOના એક રિપોર્ટ અનુસાર ભારતમાં 2020 સુધીમાં અંદાજે 35 કરોડ લોકો ગંભીર બીમારીઓથી ગ્રસિત હશે.

WHOએ આ રિપોર્ટમાં ખાંડ, નમક અને તેલનો ઉપયોગ ઓછો કરવાની સલાહ પણ આપી છે. આ વસ્તુઓનો વધારે ઉપયોગ કરવાથી વ્યક્તિને ટાઈપ 2 ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈપરટેંશન, હાર્ટ એટેક અને કિડની સંબંધીત જીવલેણ બીમારીઓ થઈ શકે છે. 

WHO અનુસાર એક વયસ્ક વ્યક્તિએ દિવસભરમાં માત્ર 6 ચમચી ખાંડનું જ સેવન કરવું જોઈએ. આ ઉપરાંત દિવસનું 1 ચમચી નમક અને 4 ચમચી તેલનો ઉપયોગ 1 દિવસના ખોરાકમાં થયેલો હોવો જોઈએ. ઈંડિયન મેડિકલ એસોસિએશનના રિપોર્ટ અનુસાર ભારતમાં એક વ્યક્તિ સરેરાશ એક દિવસમાં 16થી 20 ચમચી ખાંડ અને 2થી 3 ચમચી નમક અને 8 ચમચી તેલ ગ્રહણ કરે છે. આ આંકડા ચિંતાજનક છે. 

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

ખાંડ એટલે દૂધ , ચામાં ઉમેરવામાં આવે છે તે જ નહીં પરંતુ ખાંડ આપણને ખોરાકમાંથી મળે છે. શુગરના અનેક પ્રકાર હોય છે જેમાં માલ્ટોજ, ફ્રક્ટોજ, ગૈલેક્ટોજ અને લૈક્ટોજનો સમાવેશ થાય છે. જેમાં દૂધમાં લેક્ટોજ, ફળ,મધ અને શાકમાંથી ફ્રક્ટોજ અને ખાંડમાંથી સુક્રોજ મળે છે. 

Tags :