Get The App

30 વર્ષ બાદ ડાયટમાં સામેલ કરી લો કોલેજન વધારતા 5 ફૂડ્સ, સ્કિન રહેશે ટાઇટ

Updated: Jan 22nd, 2025

GS TEAM

Google News
Google News
Skin Tightening Foods


Skin Tightening Foods: 30 વર્ષની ઉંમર પછી સ્વાસ્થ્યની સાથે સ્કિનમાં પણ ઘણા ફેરફારો જોવા મળે છે. ઉંમરનો આ તબક્કો પાર કર્યા પછી સ્કિનમાં અનેક પ્રકારની સમસ્યાઓ દેખાવા લાગે છે. જેમ કે કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ડાઘ જેવી સમસ્યાઓ. આથી સ્કિનને અંદરથી હેલ્ધી બનાવવા માટે કેટલીક હેલ્ધી વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકાય છે. જેથી ડાર્ક સર્કલ, ફાઈન લાઈન્સ, ખીલ વગેરે જેવી સમસ્યાઓથી પણ રાહત મળી શકે. 

વિટામિન્સ અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર નટ્સ

બદામ, કાજુ અને અખરોટ જેવા નટ્સ પ્રોટીન, વિટામિન્સ અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે જે કોલેજન પ્રોડક્શનમાં અને સ્કિનની તંદુરસ્તીને જાળવવામાં મદદ કરે છે. દરરોજ તેનું સેવન કરવું તમારી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમનું પોષણ મૂલ્ય વધારવા માટે, તમે તેને તમારી સ્મૂધી, દહીં અથવા ઓટમીલમાં ઉમેરી શકો છો. 

ભોજનમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો

પાલક, કેળા અને અન્ય પાંદડાવાળા શાકભાજી વિટામિન એ, સી અને વિટામિન કેથી સમૃદ્ધ છે જે કોલેજન પ્રોડક્શનમાં મદદ કરે છે અને સ્કિનને નુકસાનથી બચાવે છે. તમે સલાડ, સ્મૂધી અથવા સાઇડ ડિશમાં લીલા શાકભાજીનો સમાવેશ કરી શકો છો.

એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર વસ્તુનો આહારમાં સમાવેશ કરો 

સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને રાસબેરી જેવા બેરીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે જે કોલેજનને નુકસાન પહોંચવથી બચાવે છે. તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે જે કોલેજન ઉત્પાદન માટે જરૂરી છે. તમે તમારા નાસ્તામાં ઓટ્સ, સ્મૂધી અને શેકમાં બેરીનો સમાવેશ કરી શકો છો.

સાઇટ્રસ ફળો

નારંગી, લીંબુ અને દ્રાક્ષ જેવા સાઇટ્રસ ફળો વિટામિન સીના ઉત્તમ સ્ત્રોત છે જે કોલેજન પ્રોડક્શનમાં મદદ કરે છે અને સ્કિનને નુકસાન કરતી બચાવે છે. તમે સલાડ પર તાજા લીંબુનો રસ નિચોવી શકો છો.

આ પણ વાંચો: સૂતાં પહેલા દેખાય આવા લક્ષણો, તો નજરઅંદાજ ન કરતાં: ફેફસાં નબળા થયા હોવાના હોઈ શકે સંકેત

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ભારતીય ભોજનમાં વપરાતું લસણ તમને યુવાન રાખવામાં પણ મદદ કરી શકે છે. લસણમાં સલ્ફર હોય છે જે કોલેજન ઉત્પાદન માટે જરૂરી છે. ખાદ્યપદાર્થોનો સ્વાદ વધારવા તેમજ ત્વચાને લાભ આપવા માટે તમારા આહારમાં લસણનો સમાવેશ અવશ્ય કરો.

30 વર્ષ બાદ ડાયટમાં સામેલ કરી લો કોલેજન વધારતા 5 ફૂડ્સ, સ્કિન રહેશે ટાઇટ 2 - image


Tags :