રોજ ખાશો ઓટ્સ તો બચી જશો બ્રેન સ્ટ્રોકના જોખમથી
નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2019, મંગળવાર
ઓટ્સ આજકાલ ખૂબ પ્રચલિત છે. બજારમાં તે ઘણા જુદા જુદા ફ્લેવરમાં ઉપલબ્ધ હોય છે. ઓટ્સને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સવારના નાસ્તામાં ઓટ્સ નિયમિત ખાવાથી બ્રેઇન સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. એક સંશોધનથી જાણવા મળ્યું છે કે ઓટ્સ મગજના સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. એટલે કે નાસ્તામાં સફેદ બ્રેડ, ઇંડા અને દહીં જેવી વસ્તુઓ ખાવા કરતાં ઓટ્સ વધુ ફાયદાકારક છે
આ સંશોધન કરનાર સંશોધનકારોએ ડેનમાર્કના 55,000 પુખ્ત વયના લોકોનો અભ્યાસ કર્યો હતો. જેમની સરેરાશ ઉંમર 55 વર્ષની વય હતી. અભ્યાસમાં સામેલ આ લોકોમાં મગજમાં પહેલા સ્ટ્રોકની કોઈ સમસ્યા ન હતી. શરૂઆતમાં આ લોકોને ઇંડાની, સફેદ બ્રેડ, 1 દહીં નાસ્તામાં આપવામાં આવ્યું. જ્યાર બાદ તેમને નિયમિત ઓટ્સ આપવામાં આવ્યા.
આ સર્વે દરમિયાન 2,260 લોકોને બ્રેઇન સ્ટ્રોક થયો હતો, પરંતુ જે લોકો સફેદ બ્રેડની જગ્યાએ ઓટ ખાતા હતા તેઓને બ્રેઇન સ્ટ્રોક થવાનું જોખમ ચાર ટકા જેટલું ઓછું જોવા મળ્યું હતું. તેના પરથી તારણ રજૂ કરવામાં આવ્યું કે જો લોકો વ્હાઇટ બ્રેડ કે અન્ય વસ્તુઓના બદલે નાસ્તામાં વધુ પ્રમાણમાં ઓટ્સનું સેવન કરશે તો તેવા લોકોમાં બ્રેઇન સ્ટ્રોક થવાનું જોખમ ઓછું થઈ જશે.
નિયમિત ઓટ્સનું સેવન કરવાથી શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે. કોલેસ્ટ્રોલ સ્ટ્રોકનું મુખ્ય પરિબળ છે. જ્યારે મગજમાં લોહીનું પહોંચતું નથી કે લોહી પહોંચાડતી ધમનીઓ બંધ થઈ જાય છે ત્યારે સ્ટ્રોક આવે છે. જો ઓટ્સ નિયમિતપણે લેવામાં આવે તો કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું થવા લાગે છે.