ફળ સવારે ખાવા કે સાંજે, ભોજન કર્યા પહેલા ખાવા કે બાદમાં ? જાણો ફળ ખાવા અંગેની જુદી-જુદી માન્યતા વિશે
Image Source: Freepik
અમદાવાદ, તા. 05 સપ્ટેમ્બર 2023 મંગળવાર
ફળ ખાવા આપણા આરોગ્ય માટે ખૂબ વધુ ફાયદાકારક હોય છે. ડોક્ટરથી લઈને હેલ્થ એક્સપર્ટ કહે છે કે ડાયટમાં વધુથી વધુ ફળને સામેલ કરવા જોઈએ. કેમ કે તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન, આયર્ન અને ફાઈબર હોય છે જે આરોગ્ય માટે ખૂબ વધુ ફાયદાકારક હોય છે. ઈમ્યુનિટીને વધારવાથી લઈને સ્કિન, પાચન અને આંતરડા માટે ફળ ખૂબ વધુ ફાયદાકારક હોય છે. ફળોમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે શરીરની ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર જે વ્યક્તિ વધુથી વધુ ફળ ખાય છે તેને હૃદયની બીમારી અને કેન્સર જેવી બીમારીનું જોખમ ઓછુ રહે છે.
ફળ ખાવા અંગે જે માન્યતા સોશિયલ મીડિયા પર છવાયેલી છે તેમાં કેટલી હકીકત?
ફળમાં કયા પ્રકારના પોષક તત્વો હોય છે તે અંગે ઈન્ટરનેટ પર ઘણા પ્રકારની ખોટી માહિતી રહેલી છે. ફળ ખાવાનો સાચો સમય હોય છે જ્યારે તમે ખાવ છો તો તેનો ખૂબ વધુ ફાયદો તમારા શરીરને મળે છે.
ભોજન પહેલા કે બાદમાં ફળ ખાવાથી પોષણ સંબંધી ફાયદા શરીરને ઓછા મળે છે?
ભોજન પહેલા કે બાદમાં ફળ ખાવાથી તેના પોષક તત્વમાં કોઈ ખાસ ઉણપ આવતી નથી. ભોજનના સમયનો તેના પોષણ સંબંધી લાભો પર કોઈ મોટો પ્રભાવ પડતો નથી. જોકે ભોજન અને ફળ ખાવા વચ્ચેના સમયની ગેપ હોવી જોઈએ જેનાથી શ્રેષ્ઠ પાચન અને પોષક તત્વોના અવશોષણમાં મદદ મળી શકે છે.
ભોજન સાથે ફળ ખાવા જોખમી છે?
એવુ કહેવાય છે કે ભોજન સાથે ફળ ખાવાથી પાચન ધીમુ થઈ જાય છે. જેનાથી ફળ લાંબા સમય સુધી પેટમાં રહે છે. જેના કારણે ગેસ, સોજો અને પાચન સંબંધી પરેશાની થઈ શકે છે. ફળને લાંબા સમય સુધી પેટમાં છોડી દેવામાં આવે તો પેટમાં બેક્ટેરિયા ફેલાઈ જશે જે પાચન સંબંધી મુશ્કેલી પેદા કરી શકે છે.
સવારના સમયે ખાલી પેટ ફળ ખાવાના વધુ ફાયદા છે?
સામાન્ય રીતે ખાલી પેટ ફળ ખાવા ફાયદાકારક હોય છે જ્યારે તમે ખાલી પેટ ફળ ખાવ છો, તો તમારા શરીરના પોષક તત્વો અને વિટામિન સારી રીતે પચી જાય છે. આ તમારી પાચનક્રિયાને પણ યોગ્ય કરે છે.
સવારે ફળ ખાવાથી શું ફાયદો થાય છે?
સવારે ફળ ખાવાનો બેસ્ટ ટાઈમ હોય છે. આ બ્લડમાં શુગર લેવલને કંટ્રોલ કરવાની સાથે-સાથે વિટામિનનો સોર્સ છે આપણા શરીર માટે ફાયદાકારક છે. જેના કારણે તમે આખો દિવસ એનર્જેટિક અનુભવો છો. તમે તમારી રીતે સવારે ફળ ખાઈ શકો છો.