Earache causes : જાણો, કાનમાં દુખાવો થવાના કારણો અને તેની ઘરેલૂ સારવાર વિશે...
નવી દિલ્હી, તા. 29 જાન્યુઆરી 2021, શુક્રવાર
કાનમાં દુખાવો એક સામાન્ય સમસ્યા છે. આ દુખાવો બંને કાનમાં હોઇ શકે છે પરંતુ આ મોટાભાગે એક કાનમાં જ હોય છે. કાનનો દુખાવો થોડીક વાર અથવા વધારે સમય સુધી પણ રહી શકે છે. આ દુખાવો હળવો અને તીવ્ર પણ હોઇ શકે છે. ઇયર ઈન્ફેક્શન ઉપરાંત બીજા કેટલાય કારણોથી કાનમાં દુખાવો થાય છે.. જાણો તેના વિશે...
કાનમાં દુખાવાના લક્ષણ :- ક્યારેક ક્યારેક કાનમાં દુખાવો થવાને કારણે સરખી રીતે સંભળાતું નથી. કેટલાક લોકોના કાનમાંથી પ્રવાહી પદાર્થ પણ નિકળે છે. કાનના દુખાવાના કારણે બાળકોને થોડુક ઓછુ સંભળાવવું, તાવ આવવો, ઊંઘવામાં મુશ્કેલી પડવી, કાનમાં ખેંચાણનો અનુભવ થવો, ચિડચિડયાપણું, માથાનો દુખાવો અને ભૂખમાં ઓછી લાગવી જેવા લક્ષણ જોવા મળી શકે છે.
કાનમાં દુખાવાનું સામાન્ય કારણ - ઇજા, સંક્રમણ, કાનમાં બળતરાને કારણે કાનમાં દુખાવો થઇ શકે છે. જડબા અથવા દાંતમાં દુખાવાના કારણે પણ કાનમાં દુખાવો થાય છે. ઈન્ફેક્શનના કારણે કાનમાં અંદરની બાજુ દુખાવો થાય છે.
સ્વિમિંગ, હેડફોન લગાવવું, કૉટન અથવા આંગળી નાંખવા પર કાનમાં બહારની તરફ ઈન્ફેક્શન થઇ શકે છે. કાનની અંદર ત્વચા છોલાઇ જવી અને પાણી જવાને કારણે કાનમાં બેક્ટેરિયા પણ થઇ શકે છે.
રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના કારણે કાનમાં વચ્ચેની તરફ ઈન્ફેક્શન થઇ શકે છે. કાનમાં જમા થયેલ પ્રવાહી પદાર્થના કારણે પણ બેક્ટેરિયા થવા લાગે છે. લેબીરિન્થાઇટિસના કારણે કાનમાં અંદરની તરફ સોજો આવવા લાગે છે.
કાનમાં દુખાવાના અન્ય કારણ :- હવાનું દબાણ, કાનમાં મેલ, ખરાબ ગળુ, સાઇનસનું ઈન્ફેક્શન, કાનમાં શેમ્પૂ અથવા પાણી જતુ રહેવું, રૂ નાંખવું, ટેમ્પોરોમૈન્ડિબુલર જોઇન્ટ સિન્ડ્રોમ, કાનમાં કાંણુ પડાવવું, દાંતમાં ચેપ લાગવાથી, કાનમાં એક્ઝિમા હોવાને કારણે પણ દુખાવો થાય છે.
ઘરે કેવી રીતે સારવાર કરશો :- કાનમાં સામાન્ય દુખાવાની સારવાર ઘરે પણ કરી શકાય છે. કાનને ઠંડાં કપડાંથી શેક કરો. કાનને ભીનો થવાથી બચાવો. કાનના દબાણથી રાહત મેળવવા માટે સીધા બેસો, ચ્વિંગમ ચાવવાથી પણ કાન પર ઓછુ દબાણ પડે છે. નવજાત શિશુના કાનમાં દુખાવો હોય તો તેને દૂધ પિવડાવો, તેનાથી પણ કાનમાં દબાણ ઓછુ થાય છે.
મેડિકલ ટ્રીટમેન્ટ :- જો તમને કાનમાં તીવ્ર દુખાવાની સાથે તાવ આવે છે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. તેના માટે ડૉક્ટર તમને કેટલીક એન્ટી-બાયોટિક દવાઓ અને ઈયર ડ્રૉપ્સ આપી શકે છે. ક્યારેય પણ આરામ મળ્યા બાદ દવા લેવાનું બંધ ન કરશો. જ્યાં સુધી દવાનો કોર્સ પૂરો નહીં થાય, ઈન્ફેક્શન સંપૂર્ણપણે ઠીક થશે નહીં.
આ બાબતોનું ધ્યાન રાખો :- જો તમને મોટાભાગે કાનમાં દુખાવાની ફરિયાદ રહે છે તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. જેમ કે સિગરેટ ન પીવી, કાનમાં કોઇ પણ પ્રકારનું સાધન ન નાંખશો, ન્હાવું અથવા સ્વિમિંગ બાદ કાનને સુકવી દો, ધૂળ-રજકણ અને એલર્જીવાળી વસ્તુઓથી દૂર રહો.